બેટ દ્વારકામાં છત્રીસ કલાકથી લાઇટ ગુલ.
આવતા યાત્રાળુઓને પડતી પારવારની મુશ્કેલી. આજીવીકાનો એક માત્ર સ્ત્રોત લાઇટ પર આધારીત….
પ્રાપ્ત માહીતી મુજબ ભારતના છેવાડાનાં બેટ દ્વારકા, ભગવાન દ્વારીકાધીશનું રાણીવાસ હોવાથી દ્વારકા દર્શને આવતા યાત્રાળુઓને બેટ દ્વારકામાં દર્શન કરવા આવતા હોય છે. આઝાદીના લાંબા સમય બાદ હવે લાઇટીંગ વાયર દરિયા માંથી પસાર કરી બેટ દ્વારકામાં વિજ કનેક્શન આપવામાં આવેલા છે. અત્યાર સુધી જનરેટર દ્વારા લાઇટ આપવામાં આવતી, જેના લીધી અનેક વખત જનરેટર ખરાબ થઇ જતા બેટ દ્વારકા અંધકારમાં વિલીન થઇ જતુ. પરંતુ દરીયા માંથી વિજળીના દોરડા નાખી પાવર સપ્લાય શરૂ થતા બેટવાસીઓ ખુશ થયા હતા,કે હવે લાઇટ નહી જાય, પરંતુ એક યા બીજી રીતે વિજકાપ મુકાતા અહીના લોકો તથા બહાર ગામથી આવતા યાત્રાળુઓને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. લોકોને લાઇટના કારણે ઠંડા પીણા, આઇસ્ક્રીમ તો શુ ઠંડુ પાણી માટે પણ વલખા મારવા પડે છે. આજ છત્રીસ કલાક થયા લાઇટ રાબેતા મુજબ બંધ છે. અને લોકોના જણાવ્યાનુસાર પીજીવીસીએલ કચેરીનો ફોન સતત વ્યસ્ત આવે છે. જેથી લાઇટ ક્યારે આવશે તેની જાણકારી મલી શકતી નથી.
અહીના મંદિરના પુજારીના જણાવ્યા મુજબ અહી બેટ દ્વારકામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. અહી દવાખાનુ છે તો ડોકટર નથી. લાઇટીંગ ના વાયરો છે તો લાઇટ નથી, રોડ રસ્તામાં ભુવા પડી ગયા છે. અહીના મંદિરમાં લાઇટના ધાંધીયાથી જનરેટર સેટ રાખવુ પડ્યુ છે. જેથી આવતા શ્રધ્ધાળુઓ આનંદ થી દર્શન કરી શકે. પરંતુ જો લાઇટીંગ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તો લોકોની જીવનશૈલીમાં સુધાર આવી શકે.
અહીના વેપારીઓ જણાવે છે કે અહીના વેપારીઓ કે જે ફક્ત દર્શનાર્થીઓ પર આધારીત છે તેઓ પોતાનો ધંધો રોજગાર કરી પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવે છે પરંતુ દિવસભર લાઇટના ધાંધીયાથી ધંધો ભાંગી જાય છે. જેથી આ લાઇટની ફરીયાદ તુરંત ઉકેલાઇ જાય તો અમો શાંતીથી ધંધો રોજગાર કરી શકીયે.પરંતુ લાઇટ જવાની કોઇ માહીતી ન હોવાથી અને ગમે ત્યારે વિજળી ગુલ થવાથી આ તમામ ખાદ્ય પદાર્થો ખરાબ થઇ જાય છે.જેના કારણે વેપારીઓને આર્થીક નુકશાન વેઠવું પડે છે.હાલ ગરમીની સીઝન હોવાથી પાણીની વિશેષ જરૂરીયાત હોય છે. પરંતુ લાઇટ ન હોવાથી મોટર ચાલુ ન કરી શકાતી ન હોવાથી વપરાશ નુ પાણીની પણ સમસ્યા રહે છે.
આજ છેલ્લા ત્રણ દિવસથી લાઇટ બંધ રહેતા અને એકંદરે રોજનો લાઇટનો ત્રાસ હોવાથી બેટવાસીઓ ઉકળાઇ ઉઠ્યા હતા અને ઓખા પીજીવીસીએલ કચેરીનો ધેરાવ ધાલ્યો હતો. આટલી સંખ્યામાં લોકોને જોઈને પીજીવીસીએલ કચેરીના અધીકારીઓએ પોલીસ બોલાવી હતી. પરંતુ બેટવાસીઓ ની માંગણી યોગ્ય હોવાથી પીજીવીસીએલ તંત્રએ ઝુકવુ પડ્યુ હતુ. અને પાવર વધી જતા અનેક વિજઉપકરણો ખાખ થવાની પણ ફરીયાદ જોવા મળી હતી. જેના માટે સ્થાનિક લોકોએ વળતરની માંગ પણ કરી હતી.
આ બાબતે અહીના જીઇબીના અધીકારી પટેલ સાથે ટેલીફોનીક વાત કરતા આપે જણાવ્યું હતું કે ઓખા બેટ કે જ્યાંથી લાઇટનું દોરડુ પાણી માથી નાખવામાં આવેલુ છે ત્યાથી માછીમારી બોટ નીકળતા વાયરો અવારનવાર તુટી જતા, આ વાયરોના દોરડાને રીપેર કરવા લાઇટીંગ વ્યવસ્થા બંધ કરવામાં આવે છે. જમીન પર લાઇટીંગ વાયર રીપેર કરવાથી પાણીમાં રીપેર કરવામાં જ બમણો સમય લાગી જતો હોય છે.
સરકાર દ્વારા આ લાઇટીંગ વ્યવસ્થા 2007/2008 માં વાયરીંગ નાખવામાં આવ્યા હતા.અને આજ વાયરીંગ ફરી એક વખત કપાઇ જતા ફોલ્ટ ગોતી વહેલી તકે લાઇટ પુરવઠો કાર્યરત કરવામાં આવશે..