દેવભૂમિ દ્વારકા
બેટ દ્વારકા અત્યારે ડૂબેલ છે પાણીની અંદર.
બેટ દ્વારકા અત્યારે ડૂબેલ છે પાણીની અંદર.
ભગવાનની નગરી કહેવાતું એવું બેટ દ્વારકા અત્યારે પાણીમાં ડૂબેલ પડ્યું છે. બેટ દ્વારકાની ચારેતરફ સમુદ્ર હોવા છતાં પણ બેટદ્વારકામાંથી વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી થયો નથી. આ કારણે ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે.
બેટદ્વારકામાં આવેલ આધ્યાશક્તિ અને કપિલેશ્વર મહાદેવનું મંદિરનો પૂરી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મંદિર સુધી પંહોચવા વરસાદી પાણીમાંથી તરીને જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મંદિરના પૂજારી પાણીમાંથી તરીને મંદિરમાં પૂજા-અર્ચના કરવા જે છે.
ઘણા સમયથી ભરાયેલ પાણીને કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે આવી પરિસ્થિતિમાં સ્થાનિકોને કોઈ બીજી બીમારી ન ફેલાય તેવો ડર ઉત્પન્ન થયો છે.