સ્પોર્ટ્સ
સતત બીજી મેચ જીતીને બેંગલોર ટોપ પર

કપ્તાન કોહલીએ ત્રણ મેચમાં નિરાશા બાદ આજે ચોથી મેચમાં તેનું બેટ બોલ્યું. તેણે સીઝનની પહેલી ફિફટી માંરતા 53 બોલમાં 72 રન કર્યા. જ્યારે, દેવદત્ત પડિક્કલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સીઝનની ચોથી મેચમાં ત્રીજી ફિફટી મારી છે. તેણે 45 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સથી 63 રન કર્યા હતા. કોહલી સાથે 99 રનની પાર્ટનરશીપ કરી.
IPL 2020ની 15મી મેચમાં રાજસ્થાન રોયલ્સે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચહલે 8 વિકેટ ઝડપી મોહમ્મદ શમીની બરાબરી કરી લીધી. ચહલ ટોપ પર છે.