ગુજરાત

બનાસકાંઠા:લવાણા ગામે સોની ની દુકાન માંથી સોના ના દાગીના ની ચોરી પોલીસ મથકે રજુઆત

હિન્દી ભાષા બોલી વહેપારી ની નજર ચૂકવી અંજામ આપ્યો.

લવાણા ગામે સોની ની દુકાન માંથી સોના ના દાગીના ની ચોરી પોલીસ મથકે રજુઆત

લાખણી તાલુકા ના લવાણા ગામે હિન્દી ભાષા બોલી વહેપારી ની નજર ચૂકવી સોના ના દાગીના ની ચોરી કરી. મિનિટ માં ફરાર થઇ જતાં સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે જે અંગે વહેપારી એ દિયોદર મથક ખાતે રજુઆત કરતા પોલીસે સી સી ટીવી કેમેરા ની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

દિયોદર ના વતની અને લવાણા ગામે સોની ની દુકાન ચલાવતા હિતેશભાઈ સોની પોતાની દુકાન માં સોની નું કામ કરી રહા હતા ત્યારે સોના ની વસ્તુ લેવા આવેલ બે ઈસમો જે હિન્દી ભાષા બોલી વહેપારી ની નજર ચૂકવી સોના ના દાગીના ની ઉઠાંતરી કરી ગણતરી મિનિટ માં ફરાર થઈ ગયા હતા જેમાં દુકાન માંથી ચોરી થઈ હોવાનું જાણવા મળતા વહેપારી એ દુકાન માં લગાવવામાં આવેલ સી સી ટીવી કેમેરા માં તપાસ કરતા સોના ની વસ્તુ લેવા આવેલ બે હિન્દી ભાષા ના ઈસમો એ ચોરી કરી હોવાનું દેખાતા હિતેશ સોની એ દિયોદર પોલીસ મથક ખાતે લેખિત માં રજુઆત કરી હતી જો કે અંદાજીત 50 થી 60 હજાર ના દાગીના ની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે.

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close