બનાસકાંઠા : દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલ પાસે થી ફુલપરા જતો કાચો રસ્તો બિસ્માર હાલત..

દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલ થી ફુલપુરા જતો કાચો રસ્તો બીસ્માર હાલત…. વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર કોઈ રજૂઆત સાંભળતી નથી :ખેડૂત બોક્સ : આ વખતે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત કે પછી ધારાસભ્ય ની કે પછી સાંસદ સભ્ય ની ચુટણી હોય જેનો તમામ નો બહિષ્કાર ની ચિમકી ખેડૂતો એ ઉચ્ચારી છે..રાજ્ય તેમજ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જયાં જયાં ખેડૂતો રહેતા હોય જેમને કોઈ જાતની અગવડતા ઉભી ના થાય એવા જરૂરિયાત વાળા રસ્તાઓ ભંગાણ હાલતમાં જોવા મળી રહ્યા છે અને એ રસ્તાઓ સમારકામ કરવા માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પણ અમુક રાજકીય વ્હાલા દોહલા નીતિ જોવા મળી રહે છે. ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે મુખ્ય નર્મદા કેનાલ થી ફુલપુરા જતો કાચો રસ્તો બહુ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ રસ્તા ની આજુબાજુ માં ૭૦ જેટલા ખેડૂતો જેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે જેમને કોતરવાડા ગામમાં કે પછી ભાભર,દિયોદર ,થરાદ જેવા શહેરમાં આવેલા ખાનગી દવાખાને જવુ હોય તો પણ ભારે પડી રહ્યું છે એટલું જ નહી પણ અત્યારે આવી કોરોનાની મહામારી વચ્ચે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ શાળાઓ બંધ છે નહીંતર શાળા એ બાળકોને અવરજવર થવુ ભારે પડે છે.ત્યારે આ રસ્તા વિશે સુબાજી ઠાકોરે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ૭૦ જેટલા ખેડૂતો રહે છે અને અમે બધા ભેગા મળીને ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા ને અને કોતરવાડા જીલ્લા પંચાયત ડેલીકટ નરસિંહભાઈ રબારી ને અને ગ્રામ પંચાયત ના સરપંચ તાલુકા પંચાયત ના ડેલીકટ અને બનાસકાંઠા ભાજપ જીલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણ ને વારંવાર રજુઆતો કરવા છતાં આ અમારા રસ્તા નુ સમારકામ તેમજ રૂપા ગૌચિજે તળાવ આવેલ છે ત્યાં ગરનાળુ મુકવામાં આવતુ નથી જેની અમારી રાડ ફરિયાદ કોઈ સાંભળતુ નથી જેથી ગત ચુટણી માં મેલી મથરાવટી રાજકીય આગેવાનો મીઠું મીઠું બોલી ને ખોટા વચનો આપીને ગયા છે જેમના માટે ગ્રામપંચાયત થી માંડી ને છેક સાંસદ સભ્ય ની ચુટણી સુધી અમે બધા ખેડૂતો ચુટણી નો બહિષ્કાર કરવાના છીએ ત્યારબાદ જયંતિજી ખાંનાજી ઠાકોરે કહ્યું હતું કે અહીં બે લોકો એટલા બધા બીમાર પડ્યા છે કે હદ ના પુછો પણ એમને દવાખાને જવુ હોય તો કયા થી થઈ ને જાય અને એટલું નહીં પણ અહીં108 વાન બોલાવાની થાય તો પણ અહીં આવી શકે તેમ નથી ત્યારે આ રસ્તા વિશે જીલ્લા કલેકટર અહી જાતે આવીને આ ખેડૂતો ની મુલાકાત લે અને જેમના રસ્તા નુ સમારકામ તેમજ રૂપા ગૌચર પાસે ગરનાળુ મુકવામાં જલદી આવે તેવી ખેડૂતો ની માગ ઉઠવા પામી છે …. This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this