બનાસકાંઠા: દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું..

દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો. દિયોદર ખેડૂત વિભાગ ની 10 બેઠક પર પરિવર્તન અને વેપારી વિભાગ ની 4 બેઠક પર વર્તમાન પેનલ વિજેતા થઈ બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક નું પરિણામ જાહેર થયું ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરકની પેનલનો ભવ્ય વિજય
સતત છેલ્લા દસ વર્ષથી વિખવાદ માં રહેલ દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણી નું પરિણામ આજે જાહેર થવા પામ્યું હતું જેમાં દિયોદર માર્કેટ યાર્ડ ની કુલ 16 બેઠક પર બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક માટે બુધવાર ના રોજ મતદાન યોજાયું હતું જેમાં કુલ 98.62 ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું હતું જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી ની હાજરી માં 6 બુથ પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વેપારી વિભાગ 4 બેઠક પર વર્તમાન ચેરમેન શિવાભાઈ ભુરિયા ની પેનલ જીત થઈ હતી જો કે ખેડૂત વિભાગ ની 10 બેઠક પર ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરક ની પેનલનો પરિવર્તન નો પવન ફૂંકાયો હતો જેમાં વિજેતા ઉમેદવાર માં ઉત્સાહ જોવા મળી આવ્યો હતો વિજેતા થયેલ ઉમેદવારો ના સમર્થકો દ્વારા ભારત માતાકી જય ના નારા સાથે તેમજ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો જો કે વર્તમાન સમય આઠ વર્ષ બાદ કોંગ્રેસ પ્રેરિત શિવાભાઈ ભુરિયા ને સતા ગુમાવવાનો વારો આવ્યો છે અને ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરકની પેનલ વિજેતા થઈ છે
આઠ વર્ષ ના શાસન બાદ સ્થાનિક ધારાસભ્ય અને વર્તમાન ચેરમેન શિવાભાઈ ભુરિયા એ ખેડૂત વિભાગ માં 10 બેઠક ગુમાવી
મતગણતરી સમય વર્તમાન પેનલ ના ઉમેદવાર શિવાભાઈ ભુરિયા મતગણતરી સ્થળ પર આવ્યા ન હતા અને વર્તમાન સમય વેપારી વિભાગ ની 4 બેઠક અને તેલંબિયા વિભાગ ની 2 બેઠક પર શિવાભાઈભાઈ ભુરિયા એ સીટ જાળવી રાખી હતી જો કે ખેડૂત વિભાગ ની 10 બેઠક પર ઈશ્વરભાઈ તરક પરિવર્તન પેનલ ના ઉમેદવાર ની જીત થઈ હતી
*ખેડૂત વિભાગમાં જીતેલ તમામ ઉમેદવારોનું લિસ્ટ*
૧.તરક ઈશ્વરભાઈ જેવતાભાઈ 1143
૨.જોશી પરાગભાઇ મંછાભાઈ 978
૩.પટેલ ઈશ્વરભાઈ તેજાભાઈ 1118
૪.પટેલ ચતરાભાઇ ચમનાજી 1055
૫. દેસાઈ રમેશભાઈ કરશનભાઇ 845
૬.ચૌધરી અણદાભાઈ જીવાભાઈ 1089
૭.રાજપુત ખેંગારભાઈ રગનાથભાઈ 834
૮.પટેલ માલાભાઈ સગરામભાઈ 1009
૯. ચાવડા ભાવસંગજી સવસીજી 983
૧૦.વાઘેલા ગણપતસિંહ કરશનજી 897
*વેપારી વિભાગમાં જીતેલ તમામ ઉમેદવારોનું લિસ્ટ*
૧.પટેલ જેસુંગભાઈ સગરામભાઈ 417
૨.પટેલ રઘુભાઈ ડામરાભાઈ 418
૩.પટેલ ઉમેદભાઈ નવાજી 424
૪.પટેલ દાનાભાઈ હરજીભાઈ 416
*બિન હરીફ થયેલ બેઠક તેલબિયા વિભાગ*
(૧) શિવાભાઈ અમરાભાઈ ભુરિયા
(૨)નારણભાઈ શિવાભાઈ ભુરિયા
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this