બનાસકાંઠા : દિયોદર માં તાલુકા પંચાયત ની પ્રમુખ પદ ની ચૂંટણી ને લઈને ગરમાવો..

દિયોદરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ને લઈને ગરમાવો..
કોરોના મહામારી વચ્ચે આગામી ૯ સપ્ટેમ્બરે દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ની ચૂંટણી યોજાનાર છે જેને લઈને કોંગ્રેસ- ભાજપ ના હોદ્દેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે દિયોદર તાલુકા પંચાયતમાં સતા રાખવાની સામે ખેંચવા આગામી બુધવારે ચૂંટણી જંગ ખેલાશે હાલ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ની સાત હોઈ હવે અઢી વર્ષ ની ટર્મ પુણ થતો પંથકમાં રાજ્કીય ગરમાવો જોવા મળી રહો છે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસી સભ્યો પથમેડા રાજેસ્થાન ગૌ માતા અને રામદેવરા દર્શન કરી રાજેસ્થાન પ્રવાસ પૂણ કરી ૯ સપ્ટેમ્બરે ચૂંટણીમાં હાજરી આપશે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની અઢી વર્ષ ની ટર્મ પુરી થતાં આગામી ૯ સપ્ટેમ્બરે પ્રમુર્ખ પદની ચૂંટણી યોજાનાર છે હાલ દિયોદર ના કોંગ્રેસી ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ના માર્ગદર્શન હેઠળ પુર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી સહિતનાઓનો દિયોદર તાલુકા પંચાયત ના ચૂંટાયેલા ૧૧ સભ્યો સાથે તાલમેલ છે આ તરફ તાલુકા પંચાયત માં હાલ ૨૨ પેકી ૧૧ સભ્યો કોંગ્રેસના અને ૧૧ સભ્યો ભાજપના હોવાથી પ્રમુખ કોણ બનશે તે મામલે હાલની સ્થિતિ એ રાજકારણ ગરમાયુ છે . સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી ૯/૯/૨૦૨૦ નારોજ ચૂંટણી પંચના જાહેરનામા પ્રમાણે તાલુકા પંચાયતના અધિકારી અને ચૂંટણી અધિકારીની હાજરીમાં દિયોદર તાલુકા પ્રમુખ માટે ચૂંટણી યોજાશે આ તરફ હાલ બન્ને પક્ષો ના કાર્યકરો અને નેતાઓ પોતપોતાના પક્ષના પ્રમુખ ચૂંટાય આવે એ માટે ગુજરાત બહાર પ્રવાસમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તાલુકાના ચૂંટાયેલા સભ્યો સરખા ભાગે હોય હવે કયા પાર્ટી ના ઉમેદવાર નવા પ્રમુખ બને છે એ દિયોદર ની પ્રજા રાહ જોઈ રહી છે..