બનાસકાંઠા: દિયોદર ના ગોલવી ગામે જૂની અદાવત રાખી યુવાન પર હીંચકારો હુમલો પાલનપુર સારવાર અર્થે ખસેડાયો

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this
પરિવારજનો એ પોલીસ ને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ના લીધા
બનાસકાંઠા દિયોદર ના ગોલવી ગામે જૂની અદાવત રાખી યુવાન પર હીંચકારો હુમલો પાલનપુર સારવાર અર્થ ખસેડાયો. પાલડી ગામ નો ઈસમ અમુક લોકો ને સાથે લઈ આવી કર્યો હુમલો.
બનાસકાંઠા દિયોદર તાલુકા ના ગોલવી ગામે જૂની અદાવત રાખી એક બે સંતાન ના પિતા પર અમુક ઈસમો એ હીંચકારો હુમલો કરતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં ઇજા ગ્રસ્ત યુવાન ને સારવાર માટે દિયોદર રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જેમાં વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
બનાસકાંઠા જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ગોલવી ગામે રહેતા ગોવિદ દેવીપૂજક નામ નો બે સંતાન નો પિતા ઘર આગળ તેમના છોકરા ને લઈ ઉભો હતો તે સમય દિયોદર ના પાલડી ગામે રહેતો ડાયા દેવીપૂજક નામ નો ઈસમ અમુક ઈસમો ને લઈ આવી ધારીયા વડે જૂની અદાવત રાખી ગોવિદ (ગુગા) નામ ના યુવાન પર હુમલો કર્યો હતો જેમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલીક 108 એમ્બ્યુલ્સ દ્વારા દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જેમાં યુવાન ને ગંભીર ઇજા હોવાથી ડીસા થી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જે અંગે યુવાન ના પરિવારજનો એ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
જો કે આ બાબતે ઇજા ગ્રસ્ત યુવાન ની બહેન સવીબેન દેવીપૂજક એ આક્ષેપ કરતા જણાવેલ અગાઉ પણ આ બાબતે અમો એ દિયોદર પોલીસ મથક ખાતે અરજી આપી હતી અને બપોર ના સમય પણ સામેવાળા ઈસમો આવી ધમકી આપી ગયા હતા મારા ભાઈ ની પત્ની ને પણ સામેવાળા ગોંધી રાખી છે જે બાબતે અમો એ ફોન પર નાનજીભાઈ પોલીસ જમાદાર ને જાણ કરી હતી અને છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એટલે સામેવાળા એ મારા ભાઈ પર જાન થી મારી નાખવાની કોશિશ કરી છે.
અત્યારે મારા ભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહો છે અમો ને યોગ્ય ન્યાય મળવો જોઈએ એક તરફ પરિવારજનો એ દિયોદર પોલીસ ને જાણ કરી હોવા છતાં કેમ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવ્યા તેવા પ્રશ્નો ઉઠ્યા છે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવું પરિવારજનો માંગ કરી રહ્યા છે.