ગુજરાત
બનાસકાંઠા : દિયોદર પંથક માં બે દિવસ વિરામ બાદ ધોધમાર વરસાદ

દિયોદર પંથકમાં બે દિવસ વિરામ બાદ ફરી શરૂ થયો ધોધમાર વરસાદ..
ભારે પવન અને ગાજવીજ સાથે તુટી પડ્યો વરસાદ…
દિયોદરના આજુબાજુના વિસ્તાર મખાણું, લવાણા, ભેસાણા, લુદ્રા તથા દેલવાડા જેવા અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈ ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં ઉભા પાક જેવા કે બાજરી, કપાસ, તલ, જુવાર, જેવા અનેક પાકોને નુકસાન થયું છે.
દિયોદર શહેર અને હાઇવે વિસ્તારના નીચાણ વાળા વિસ્તરોમાં પણ પાણી ભરાયા હતા.મેઈન બજાર અને પોલીસ સ્ટેશન સામે વારંવાર પાણી ભરાવાથી લોકોને પારવાર મુશ્કેલી પડી રહી છે.
જોકે તંત્ર દ્વારા પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ કરાઈ છે.