દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર

દ્વારકા જિલ્‍લાના ટાપુઓ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. તાજેતરમાં ભારતીય સેના દ્વારા સીમાપરના ત્રાસવાદ ફેલાવતા ઠેકાણા પર સર્જીકલ તેમજ એર સ્‍ટ્રાઇક બાદ ઉભી થયેલી પરિસ્‍થિતિમાં પાકિસ્‍તાન સ્‍થિત ત્રાસવાદી જુથો દેશના મહત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે.

આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્‍લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ ,ચાંક ટાપુ , ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ,  સામીયાણી ટાપુ,  નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ , લંધા મરૂડી ટાપુ , કોઠાનું જંગલ ટાપુ , ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ, કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્‍ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.17/11/2020 સુધી અમલમાં રહેશે તો જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + seventeen =

Back to top button
Close