કંગનાના નિવેદન પર બબાલ :

સંજય રાઉતે કહ્યું – તેણે મુંબઈને મિની પાકિસ્તાન કહ્યું, શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે?
સંજય રાઉતે કહ્યું- તે યુવતી મહારાષ્ટ્રની માફી માગે તો આના પર કંઈક વિચારી શકું.
કંગના રનૌતે મુંબઈની તુલના પાક સાથે કરી હતી.
કંગનાએ થોડાં સમય પહેલાં મુંબઈની તુલના પાક સાથે કરી હતી અને ત્યારથી જ આ નિવેદન પર વિરોધ થઈ રહ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉત આ મુદ્દે સતત કંગના પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે. હાલમાં જ એક નિવેદનમાં સંજય રાઉતે કંગના માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો જોકે, સંજય રાઉત ઈચ્છે છે કે કંગના પહેલા પોતાના નિવેદન માટે માફી માગે.
કંગનાએ નવ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવવાની વાત કહી હતી અને તેણે પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને રોકી લે. ન્યૂઝ ચેનલે કંગનાના આ નિવેદન પર સંજય રાઉતનું રિએક્શન માગ્યું હતું, જેમાં સંજય રાઉતે કહ્યું હતું, ‘મહારાષ્ટ્ર માત્ર શિવસેનાની જાગીર નથી. બધી જ પાર્ટીમાં તેમાં છે. અમે બધા સાથે મળીને નક્કી કરીશું.’
આ નિવેદન બાદ સંજય રાઉત ટ્વિટર પર સતત ટ્રોલ થયા હતા. પત્રકાર થી લઈ એક્ટર, રાજકીય નેતાઓએ સંજય રાઉતને માફી માગવાનું કહ્યું હતું.
દિયા મિર્ઝાએ કહ્યું હતું, સંજય રાઉતે જે શબ્દનો ઉપયોગ કર્યો તેની નિંદા કરું છું. સર, કંગનાએ જે કહ્યું તેના પર તમે અસંમત થઈ શકો છો પરંતુ આ પ્રકારની ભાષાના ઉપયોગ માટે તમારે માફી માગવી જોઈએ.