રાષ્ટ્રીય

અયોધ્યા: રામ મંદિરમા 613 કિલો વજનનો પિત્તળનો ઘંટ આવ્યો,

આ ઘંટનો રણકાર પાંચથી સાત કિલોમીટર દૂર સુધી ગૂંજશે એમ મનાય છે. 

તામિલનાડુના કારીગરોએ તૈયાર કર્યો,

ઘંટનું વિધિપૂર્વક પૂજન કરાયું હતું,

રામ મંદિર માટે દુનિયાભરમાં વસતા લોકો ભેટસોગાદો મોકલે છે. અત્યાર સુધીમાં એક અબજ રૂપિયા જેટલું દાન મળી ચૂક્યું છે. ગયા મહિનાની 17 મીએ રામેશ્વરમથી નીકળેલી રામયાત્રા 21 દિવસના પ્રવાસ પછી આજે બુધવારે સવારે અયોધ્યા પહોંચી હતી. આજે બુધવારે સવારે તામિલનાડુના રામેશ્વરથી એક ઘંટ રામ મંદિરને ભેટ રૂપે આવ્યો હતો.

613 કિલો વજન ધરાવતો આ ઘંટ લીગલ રાઇટ્સ કાઉન્સિલ સંસ્થાએ મંદિરને ભેટ ધર્યો હતો.આ યાત્રામાં કુલ 18 ભાવિકો સહભાગી થયા હતા. ભગવાન શ્રી રામની પૂજા કર્યા બાદ તામિલનાડુની મહિલા રાજલક્ષ્મી માંડાએ આ ઘંટ રામ મંદિરને ભેટ રૂપે અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે અયોધ્યાના સાંસદ,ધારાસભ્ય, અયોધ્યાના મેયર સહિત રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય સહિત ઘણા મહાનુભાવો હાજર હતા.

.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 2 =

Back to top button
Close