આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા:યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ 10 વર્ષ સુધી શોધ કરી

મોનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઊંડા રિસર્ચ બાદ બાયોનિક આંખ તૈયાર કરી હતી. તેની મદદથી લોકોને અંધાપાથી મુક્તિ મળી શકશે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હવે તેને માનવીના મગજમાં લગાવવાની તૈયારી ચાલી રહી છે. દાવો કરાયો છે કે આ દુનિયાની પ્રથમ બાયોનિક આંખ છે.

નિર્માણ ટીમ સાથે જોડાયેલા ડો.વાંગ યોંગે જણાવ્યું કે જેનરિસ બાયોનિક વિઝન સિસ્ટમ સામાન્ય હેડફોન જેવી હશે. તેમાં લાગેલો હાઈ રિઝોલ્યુશન (એચડી) કેમેરો આંખોની સામે આવનારા પ્રત્યેક દૃશ્યને કેદ કરી વિઝન પ્રોસેસર પાસે મોકલશે. વિઝન પ્રોસેસર સંબંધિત દૃશ્યોને ઈલેક્ટ્રોનિક ડેટામાં તબદીલ કરી વાયરલેસ ટ્રાન્સમીટરની મદદથી મગજની અંદર મુકાયેલી કોમ્પ્યુટર ચીપમાં પ્રવાહિત કરશે. કોમ્પ્યુટર ચીપ સૂક્ષ્મ ઈલેક્ટ્રોડન દ્વારા વીજળીના મામૂલી ઝટકા પેદા કરશે જેનાથી મગજનું વિઝન સેન્ટર કહેવાતાં વિઝ્યુઅલ કાર્ટેક્સનો હિસ્સો સક્રિય બની જશે. આ સંબંધિત દૃશ્યના સજીવ ટેબલને ખેંચીને રેટિના સામે લાવી દેશે અને આ બધું જ રિયલ ટાઈમમાં બનશે.

યુનિવર્સિટીના ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર લાઓરીએ જણાવ્યું કે અમે એક એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે. જે મગજની સપાટી પર ફિટ થઈ જશે. અમે તેને ‘બાયોનિક આઈ’ નામ આપ્યું છે. જે આજુબાજુ થતી હરકતો પર નજર રાખી સીધું મગજનો સંપર્ક સાધશે. આ ડિવાઈસની સાઈઝ 9X9 મિલીમીટર છે. આ આંખને બનાવવામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો છે.જોકે તેના વિજ્ઞાનીઓને ગત વર્ષે એક મિલિયન ડોલર(આશરે 7.35 કરોડ રૂ.)ની રકમ આપવામાં આવી હતી.તેને જન્મથી અંધ વ્યક્તિને પણ લગાવી શકાશે. વિજ્ઞાનીઓએ આ ડિવાઈસને વેચવા માટે ફંડની માગ કરી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × four =

Back to top button
Close