ક્રાઇમદેવભૂમિ દ્વારકા

૮૦ વર્ષના વૃધ્ધા પર બળાત્કાર નો પ્રયાસ.

દ્વારકા જીલ્લાના સુરજકરાડી ખાતે રહેતા ૮૦ વર્ષના વૃધ્ધાની એકલતાનો લાભ લઇ તેમના પુત્રની ઉમરના સખ્સે તેની પર બળાત્કાર કરવા અને ગળેટુપો દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગયો હતો. મીઠાપુર પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

શરીરની ભૂખ ને કાબુમાં રાખવી એ સૌથી અઘરું છે આવી ભૂખ તેને પોતાની ઉંમર પણ ભાન ભુલાવી દે છે. તે અપરાધ તરફ આગળ વધે છે કલિયુગને પણ સરમાવે તેવો કિસ્સો આજે સામે આવ્યો છે.

 ઓખામંડળ ના સુરજકરાડી ખાતે તા. ૧૩ના રાત્રે દ્વારકા તાલુકાના સામળાસર ગામે રહેતા જશરાજભા માણેક પર એવી શરીરની ભૂખ સવાર થઇ કે અધમ કૃત્ય તરફ આગળ વધ્યો હતો જેમાં રાત્રે સાડા અંગ્યારેક વાગ્યે સુરજકરાડીના બસ સ્ટેન્ડમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી.તેની એકલતાનો લાભ લઇ આરોપી જસરાજભાએ બળજબરી એ તેમના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરી  અને ચોરણી વડે તેણીને ગળાના ભાગે તથા મોઢાના ભાગે ચોરણી વીટાળી ટુપો દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ અંગે સવારે જાણ થતા મહિલાના પુત્રએ સ્થાનિક પોલીસ દફતરનો સંપર્ક કર્યો હતો.

જેના પગલે પોલીસે તાત્કાલિક વૃદ્ધ મહિલાનો કબજો સંભાળી આરોપીની સામે અધમતાના પ્રયાસ સબંધિત આઈપીસી કલમ ૩૭૬, ૩૫૪, ૩૦૭, ૫૧૧ મુજબ ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી હતી. જેમાં પોલીસે ટૂંક સમયમાં જ આરોપીને પકડી લીધો હતો.

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − 1 =

Back to top button
Close