શહેરામાં નિવૃત પોલીસકર્મી અને તેમના જમાઇ પર હુમલો,૧૩ જેટલા ઇસમો વિરુધ્ધ પોલીસ ફરિયાદ,

પંચમહાલ : શહેરામાં નિવૃત પોલીસકર્મી અને તેમના જમાઇ પર પંચ અને હોકીથી હુમલો,૧૩ જેટલા ઇસમો વિરુધ્ધ પોલીસ ફરિયાદ
શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મી પોતાના જમાઈ સાથે બાઈક પર બેસીને શહેરા ખાતે પોતાના પૌત્રની દુકાનના ઉદઘાટનમાં જતા હતા.તે સમયે વિશ્રામગૃહ પાસેથી પસાર થતી વખતે હાઇવેમાર્ગ પર રોંગ સાઇડ પર સામેથી આવતી બાઈકના ચાલકે અથડાતા રોડ પર પટકાયા હતા.રોગસાઈડ આવતા હોવા છતા ચાલકે અપશબ્દોનો મારો કરીને અન્ય ઇસમોને બોલાવી લીધા હતા.ઇસમોને ભેગા મળીને સસરા-જમાઇ પર તૂટી પડ્યા હતા.જે પૈકી એક ઇસમે હાથમા પહેરેલા પંચ વડે જમાઇના મોઢા અને શરીર પર માર માર્યો હતો.ત્યાથી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતા દલવાડા ગામથી તેમના પરિવારજનો શહેરા દોડી આવ્યા હતા.ઘાયલ થયેલા સસરા-જમાઇને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.આ મામલે શહેરા પોલીસ મથકે ૧૩ જેટલા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મી છેલાભાઈ રાયજીભાઈ ખાંટ તેમના પૌત્ર ગજેન્દ્રભાઈએ શહેરામા દૂકાન રાખી હોય તેનુ ઉદઘાટન કાર્યક્રમ હોવાથી પોતાના જમાઈ શૈલેષ કુમાર વિક્રમસિંહ બારીયા સાથે સવારના સમયમા બાઈક પર બેસીને શહેરા તરફ આવવા નીકળ્યા હતા.
મૂખ્ય ગોધરા-શહેરા હાઈવે માર્ગ પાસે આવેલી એકતા હોટલ પાસે પસાર થતી વખતે એક બાઈકચાલક સામેથી રોગ સાઈડ જેની સાથે અન્ય એક ઇસમ પણ બેઠો હતો. તેને રોગ સાઈડ બાઈક ચલાવતા સસરા જમાઈ બેઠા હતા.તે બાઈકને અથાડતા સસરા જમાઇ પડી ગયા હતા. જેથી બાઈક ચલાવનાર ઇસમ સરફરાજ અને આસીફે જમાઇ શૈલેષ કૂમારને કહ્યૂ કે સાલા અંધા હે ? દિખાઇ નહી દેતા કયા ? દોનો કો માર સાલો કો તેમ કહીને બુમાબુમ કરતા રોડની બાજૂથી પંદરેક જણા ઇસમો દોડી આવ્યા હતા.
હમારે પે મોટરસાઈકલ ડાલી હે ઔર હમારે પે દાદાગીરી કરતા હે દોનો કો મારો સાલો તેમ કહીને ઉશ્કેરણી કરતા નિવૃત પોલીસકર્મી તેમના જમાઇ શૈલેષને ગડદાપાટુ માર મારવા લાગ્યા હતા.જેમા સરફરાજ નામમા ઇસમે ધાતુનૂ પંચ પહેરીને મોઢાના ભાગ પર માર્યુ હતુ.તેમજ આફીસે હોકી લઈને શરીરના ભાગે ફટકા માર્યા હતા.તેમના પૌત્રને જાણ થતા તે બનાવ સ્થળે દોડી આવ્યા હતા.
ટોળાના હુમલામાથી છોડાવાયા હતા.તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.આ મામલે નિવૃત પોલીસકર્મીએ શહેરા પોલીસ મથકમા હુમલો હોકી,પંચ જેવા મારક હથિયારો સાથે હુમલો કરનાર આફીસ અને સરફરાજ સહિત અન્ય સામેલ બસીર,હાસીમ,સાહીદ,રફીક,મોબીન,રેયાન,રમજાન,રસીદ,પોપો,હનીફ,શકીલ નામના ઇસમો સામે શહેરા પોલીસમથકમા ફરિયાદ કરવામા આવી છે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this