ગુજરાતટ્રેડિંગ

કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તાર સુધી ફેલાઈ રહ્યું છે ત્યારે આવા કપરા સંજાેગોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી મોકુફ …….

કોરોના મહામારી સતત વધી રહ્યો છે અને સંક્રમણ પણ ગ્રામ્ય વિસ્તાર સુધી ફેલાઈ રહ્યું છે. ત્યારે આવા કપરા સંજાેગોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજીને સામાન્ય પ્રજા સહિત લોકોનું સ્વાસ્થ્ય ખતરામાં ન મુકાય તે હેતુથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જ્યંત પટેલ (બોસ્કી)એ જીલ્લા કલેકટર આર. જી. ગોહીલને લેખિત રજુઆત કરી સ્થાનિક સ્વરાજની ચુંટણી હાલના સંજાેગોમાં મોકુફ રાખવા જણાવ્યું છે.

રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની સીમાંકન અને રોટેશનના બહાર પાડ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જીલ્લા તાલુકા અને નગરપાલિકાની ચુંટણીઓ યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. હાલ કોરોના મહા સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. અને સંક્રમિતોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાય તો ૩૦ થી ૩૫ દિવસ સુધી રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ અને નાગરીકો સતત એકબીજાના સંપર્કમાં રહેશે. જાહેર સભાઓ અને રસ્તા ઉપર નીકળતી રેલીઓ તથા ઘેર ઘેર ફરીને મતદારોને મળવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાશે. આમ જેના કારણે લોક સંપર્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાશે નહી. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના રહેલી છે. તેને ધ્યાને લઈ તાત્કાલિક સ્થાનિક સ્વરાજની ચુંટણી મોકુલ રાખવા માટે એનસીપીના પ્રમુખ જ્યંત પટેલ (બોસ્કી)એ કલેકટરને રજુઆત કરી છે.
કુંજન પાટણવાડીયા

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close