ગુજરાતસુરત

સુરતમાં પરિસ્થિતિ કાબૂમાં આવતા કોઝવે ખાતે ભીડ ઉમટી પડી….

ઉકાઈ ડેમમાંથી કુલ 17 હજાર ક્યુસેક પાણી તાપી
નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી સુરત શહેરની
જીવાદોરી સમાન તાપી નદી પર બાંધવામાં આવેલા
કોઝ-વેનું જળસ્તર આજે મહત્તમ સપાટીને પાર
કરી જતાં પાણી ઓવરફ્લો થયું હતું. જેને જોવા
માટે લોકોનાં ટોળેટોળા ઉમટ્યાં હતાં. લોકો જાણે કે
કોરોનાને ખુલ્લે આમંત્રણ આપતા હોય તે રીતે વર્તતા
જોવા મળ્યા હતા.

આ પણ વાંચો..

સુરતમાં કોરોના કેસમાં ઘટાડો યથાવતઃ નવા 1113 કેસ ,12ના મોત

 સિટીમાં  839 અને જીલ્લામાં 274 મળી કુલ 128,771 કેસ  : 2129ને  રજા  મળતા કુલ 113,435 સાજા થયા..

સુરતમાં કોરોનામાં રવિવારે સિટીમાં સત્તાવાર રીતે 7 અને જીલ્લામાં ૫ મળી કુલ 12 મોત થયા હતા. સિટીમાં નવા 839 અને જીલ્લામાં 274 મળી કોરોનાનાં નવા 1113 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 1841 અને ગ્રામ્યમાંથી 288 મળી કુલ 2129 દર્દીને રજા અપાઇ હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =

Back to top button
Close