ગુજરાતમાં 18 જેટલા મોટા ગરબા આયોજકોએ કહ્યું – આ વર્ષે ગરબા નહીં રમાડીએ.

વડોદરાના યુનાઇટેડ વેના હેમંત શાહનું કહેવું છે કે આટલી ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કોઇ પણ સ્થિતિમાં ન કરાવી શકાય.સભ્યોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે ગરબા ન યોજવાનું નક્કી કર્યું છે.
નવરાત્રિ ફેસ્ટિવલના મયંક પટેલે કહ્યું કે રોજના 120 કેસ આવી રહ્યા છે.રાજકોટની નીલ સિટી ક્લબના ઇન્દ્રનીલે કહ્યું કે સરકાર મંજૂરી આપે તો પણ અમે ગરબાનું આયોજન નહીં કરીએ.
કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી. મોટા આયોજનો કે જેમાં 5થી 25 હજાર ખેલૈયાઓ હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ અનુરૂપ નથી.
મોટા આયોજનો ભલે ન થાય અથવા થાય તો તેમાં રિસ્ક ન લઇએ ત્યારે ગુજરાતની પરંપરા પ્રમાણે શેરી-સોસાયટીના ગરબા આ વર્ષે થશે. જેમાં નિયમોનું પાલન અને ડિસ્ટન્સીંગ પણ શક્ય છે. ત્યારે સેફ્ટિ સાથે આ ગરબાનો ભાગ બની પરંપરાગત ગરબાની મઝા લઇ શકીશું
ડૉક્ટરોએ કહ્યું- સરકાર નવરાત્રિ ના કરાવે
અમદાવાદ મેડિકલ એસોસિએશન એ રાજ્ય સરકાર સમક્ષ અગાઉના રથયાત્રા, ઈદ, ગણેશોત્સવ, જન્માષ્ટમી સહિત અન્ય તહેવારો વખતે ઉત્સવ પર મૂકવામાં આવેલા પ્રતિબંધની જેમ નવરાત્રિ ઉત્સવ પર પણ પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. એ એમ એના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, સરકારની પોલિસી અને વધુને વધુ ટેસ્ટ કરવાની પ્રતિબદ્ધતાને પગલે હાલની સ્થિતિમાં કોરોનાનો ઇન્ફેક્શન દર વધી રહ્યો છે જો કે મૃત્યુદરમાં ઘટાડો થયો છે તે સારી બાબત છે. ઉત્સવ પર પ્રતિબંધ મૂકવાથી લોકો ભેગા ન થતા ઈન્ફેક્શન ફેલાતો અટકે છે. તેથી સરકાર અમદાવાદ મેડિકકલ એસોસિએશનની વિનંતીને ધ્યાને રાખી નવરાત્રિ ઉત્સવ પર પ્રતિબંધ મૂકે તેવી અમારી લાગણી છે.