
ચોટીલાના હોટેલ માલિકના પુત્ર અને તેના મિત્ર સગીરાને સંબંધ રાખવા જબરદસ્તી કરતા હતા..
રાજકોટ શહેરમાં રહેતી 17 વર્ષની સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચોટીલાના યશ ભૂપેન્દ્ર બાંભણિયા ઉ.વર્ષ 19 એ ફેક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, કોઇ યુવતીએ રિક્વેસ્ટ મોકલ્યાનું સમજી સગીરાએ તેને ફ્રેન્ડ બનાવી હતી, અને થોડા દિવસ સોશિયલ મીડિયા પર વાતચીત ચાલી હતી, સગીરાના ફોટા ડાઉનલોડ કરી યશે પોત પ્રકાશ્યું હતું અને યશ તથા તેના મિત્રએ સગીરાને તેના ફોટા મોર્ફ કરી વાઇરલ કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું, એટલું જ નહીં બંને શખ્સ સંબંધ રાખવા માટે બળજબરી પણ કરવા લાગ્યા હતા, અને ફોટા વાઇરલ નહીં કરવાના બદલામાં રૂ.12000 ની માંગ કરી હતી.
;બંને શખ્સના ત્રાસથી કંટાળેલી સગીરાએ આ અંગે તેના પિતાને જાણ કરતાં સગીરાના પિતાએ આ અંગે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. પોલીસે છટકું ગોઠવ્યું હતું. સગીરા પોતાની જાળમાં ફસાયાનું લાગતાં યશે મુંજકાના હિલટોપ એપાર્ટમેન્ટમાં રહેતા તેના મિત્ર મિહીર રમેશ કાસુંદ્રાને 150 ફૂટ રિંગ રોડ પર ગોલાની દુકાન નજીક મોકલ્યો હતો, સગીરાની સાથે એ દુકાન પાસે પોલીસ પણ અગાઉથી ઊભી હતી અને મિહીર કાસુંદ્રા સગીરાની નજીક ગયો હતો અને કવર હાથમાં લેતાં જ પોલીસે તેને ઝડપી લીધા બાદ યશને પણ દબોચી લીધો હતો.
લોકોએ આ તકેદારી રાખવી જરૂરી છે…..
પોતાના વ્યક્તિગત ફોટા શેર કરવા નહીં..
અજાણી વ્યક્તિને ક્યારેય ફોટા આપવા નહીં..
અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કરવાનું ટાળવું,..
અજાણ્યાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં..
કોઇ વ્યક્તિ બ્લેકમેઇલ કરે તો તાકીદે પરિવારજનો કે, શિક્ષક કે વિશ્વાસુ વ્યક્તિ કે મીત્રને જાણ કરવી…
અજાણી લિંક પર જવું નહીં..
શક્ય હોય તેટલા ઓછા વીડિયો અને ફોટા શેર કરો..
પ્રોગ્રામને અનુરૂપ ન હોય તેવી ફાઇલ ખોલવી નહીં..
ક્યારેય અંગત માહિતી મૂકવી નહીં…