ગુજરાત

અરેરાટી : ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત..કાર પલટી જતા ત્રણના મોત..

ધ્રોલ નજીક કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં પટેલ પરિવારના બે સભ્યો સહિત ત્રણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજતા અરેરાટી પ્રશરી ગઈ છે.

બનાવની વિગત મુજબ, આજે બપોરે બાદ રાજકોટ- જામનગર ધોરી માર્ગ પરના ધ્રોલ નજીક જાયવા ગામ પાસે એક ધાર્મિક સ્થળ નજીક પસાર થતી એક કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મૂળ ધોરાજીના અને હાલ રાજકોટ રહેતા પટેલ પરિવારના બે મહિલા અને એક પુરૂષ સહિત ત્રણના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા છે. ફરી એક વખત રાજકોટ અને જામનગર વચ્ચેનો ધોરી માર્ગ રક્ત રંજીત બન્યો છે.

આ બનાવના પગલે ધ્રોલ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close