મનોરંજનરાજકારણ

શું આમના ઘરે દીકરીઓ નથી?- કંગનાની મા એ હવે તોડી ચુપ્પી, સાધ્યો નિશાનો શિવસેના પર

કંગના રનૌતની મા આશા રનૌત હવે પોતાની ચુપ્પી તોડતા સામે આવી છે. તેમને પોતાની વાત ખુલ્લીને લોકો સામે રાખી છે. શિવસેના એ તેની દીકરી સાથે ખૂબ અન્યાય કર્યો છે.

કંગના અને શિવસેના વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. બે દિવસ પહેલા કંગનાની ઓફિસમાં બીએમસી દ્વારા તોડફોડ કરવામાં આવી છે સાથે જ કંગના શિમલાથી ફરી મહારાષ્ટ્ર પાછી આવી છે. કંગનાએ મહારાષ્ટ્રની સરખામણી POK સાથે કરી ત્યાં જ પલટવારમાં ઉદ્ધર ઠાકરે તેને મીડિયા વચ્ચે હરામખોર જેવા અભદ્ર જેવા શબ્દોનો ઉપયોગ કરીને સંબોધિ હતી.

આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે હવે કંગનાની મા એ તેની દીકરીનો પક્ષ ખેંચ્યો છે. અને લોકો સામે આવીને પોતાની વાત ખુલ્લીને સામે રાખી છે. એમને કહ્યું કે મારી દીકરી સાથે ઘણો અન્યાય થયો છે અને એ અન્યાય સામે આખું ભારત ઊભું થશે.

કંગનાની મા બોલી હતી કે, ‘ જો કંગના ખોટી હોત તો આજે આખો દેશ કંગનાની સાથે ઊભો ન રહેત. આ કેવી સરકાર છે મહારાષ્ટ્રની. મારી દીકરી સમાજનો જ એક અંગ છે. અને તેની સાથે આ સરકાર આટલો અન્યાય કેમ કરી શકે. આ એ બાળ ઠાકરેની શિવસેના ન હોય શકે જેના વિશે અમે પણ બાળપણથી સાંભળતા આવ્યા છીએ. આજ ની આ શિવસેના ડરપોક અને કાયર છે. મારી દીકરીએ 15 વર્ષ સુધી ઘણી મહેનત કરી અને એક એક પૈસા જોડીને તેની એ ઓફિસ બનાવી હતી. અમે એક મધ્યમ પરિવારથી આવીએ છીએ. મારી દીકરીએ મહેનત કરીને પૈસા કમાયા છે. આ લોકો પાસે તો તેમના માતપિતાની ઘણી પ્રોપટી છે અને એ વાત નો એમને ઘમંડ પણ છે. ‘

આગળ કંગનાની મા બોલી કે, ‘મારી દીકરી સાચી છે એટ્લે જ લોકો આજે તેની સાથે ઊભા છે. હું અમિતશાહ અને હિમાચલ સરકારનો આભાર માનું છું. જેમને મારી દીકરીને સુરક્ષા આપી, શિવસેનાના લોકોનો શું ભરોસો કઈ પણ કરી શકે છે એ લોકો. આ લોકો મારી દીકરી વિશે આટલી ખરાબ વાતો બોલે છે તો શું આમના ઘરમાં દીકરીઓ નથી?

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 4 =

Back to top button
Close