શું અનલોક-4 માં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું નક્કી કરી રહ્યા છો? તો જતાં પહેલા એક વખત આ વાંચી લો…..

- તમે પણ કોરોનાકાળ અને લોકડાઉનમાં કંટાળી ગયા છો અને ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છો?
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવા માટેનો વિચાર હોય તો સતર્ક થઈ જજો
ગુજરાતમાં દરરોજ કોરોના ના 1300ની આસપાસ પોજીટીવ કેસ આવે છે. એવામાં હવે ધીરે ધીરે લોકોમાં કોરોનાનો ડર ઓછો થતો જાય છે. લોકો હવે કોરોના અને લોકડાઉન બંને થી કંટાળી ગયા હોય એવું લાગી રહ્યું છે. કોરોનાને ભૂલીને કામ વિના બહાર ફરવા પણ નીકળવા લાગ્યા છે.
અને સરકારે પણ હવે આર્થિક નુકશાનની ભરપાઈ કરવા માટે દરેક ફરવાલયક સ્થળો ખુલા મૂકી દીધા છે. એવામાં માર્ચ મહિનાથી કોરોનાને કારણે ઘરમાં પુરાઈ રહેલા લોકો ફરવા નીકળી પડ્યા છે ત્યારે તેમણે આ ન્યૂઝ ખાસ વાંચવા જેવા છે.
જો તમે તમારા મિત્રો કે પરિવારજનો સાથે ગુજરાતનું દુનિયાભર્મ પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોઉં તો ચેતી જજો.
તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ નર્મદા નિગમના 50 થી વધુ કર્મચારીઓ કોરોના સંકર્મિત થઈ ગયા છે. આ કોરોનાએ ત્યના ના કર્મચારીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધા છે. staue of unity ના 2800 કર્મચારીઓને ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 50 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત નીકળ્યા હતા. CISFના 22 જવાનો પણ કોરોના સંકર્મિત થઈ ગયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતાં પહેલા ખબર વાંચો અને સાથેજ બીજા લોકો સાથે શેર કરો જેથી એ પણ સતર્ક રહે અને કોરોના સંકર્મિત થતાં બચે.