શું તમને પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ન્યુઝ શેર કરવાના છો શોખીન તો થઈ જજો સચેત ઓક્ટોબરથી..

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એ સામાન્ય જીવનના મહત્વપૂર્ણ હિસ્સો બની ગયા છે. સવારના દિવસની શરૂઆત અને દિવસનો અંત આપણો આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વાપર્યા બાદ જ થાય છે.
આજે નાના બાળકોથી લઈને ઘરડા લોકોના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે અને તેની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. પણ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સમાચાર શેરીંગ પર રોક લગાવી શકે છે. ખુદ ફેસબુકે આ પ્રકારનો નિર્ણય લીધો છે. આગામી એક ઓક્ટોબરથી ફેસબુક તથા ઈંસ્ટાગ્રામ માટે નવી શરતો લાગૂ થઈ રહી છે.

નવા નિયમ અનુસાર ફેસબુક કોઈ પણ વ્યક્તિને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ન્યૂજ ફેલાવતા અટકાવી શકે છે. ફેસબુકના આ નિર્ણયની પાછળ એક મહત્વનું કારણ છુપાયેલ છે.
તાજેતરની એક ઘટના મુજબ, ઓસ્ટ્રેલિયાની સરકાર એવો કાયદો લાવવા જઈ રહી છે કે, જે અંતર્ગત ફેસબુકના પ્લેફોર્મ પર જે ન્યુઝ કંટેટ નાખે છે. તેના બદલે પ્રકાશક ફેસબુક પાસેથી પૈસા માગી શકે છે. એ વાત પર ફેસબુકને વાંધો પડ્યો છે. ફેસબુક ન્યૂઝ કંટેટના બદલામાં પ્રકાશકોને પૈસા આપવા માગતુ નથી. આ કારણથી ફેસબુકે આગામી એક ઓક્ટોબરથી શરતો સાથે આ નિયમોમાં ફેરફાર કર્યા છે.

એ ઉપરાંત હાલમાં દિવસોમાં લગભગ તમામ રાજકીય પાર્ટીઓએ ફેસબુક પર આરોપ લગાવ્યો હતો કે, ફેસબુક અમુક પાર્ટીઓ સાથે પક્ષપાત કરી રહ્યુ છે. આ મામલે બે દિવસ પહેલા જ ફેસબુકના ઈંન્ડિયા હેડને સંસદીય સમિતિ સામે હાજર થવુ પડ્યુ હતું.
આ બધા કારણોસર હવે ફેસબુકએ આ નવો નિયમ બહાર પડ્યો છે.