શું નિયમો તો બસ નામના જ? દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ફરી..

સરકારી કર્મચારીઓજ સરકારના બનાવેલ નિયમોનું પાલન ન કરે તો સામાન્ય જનતા પાસેથી સરકાર કેમ આશા રાખી શકે?
4 જાન્યુઆરી 2020 ના દિવસે વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્રારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો એ પરિપત્ર મુજબ ફક્ત 15 દિવસની અંદર જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનમાં જે એ.સી.ફીટ કરાવેલ હતા તેને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આદેશ મુજબ ચેમ્બરમાંથી એ સમયે એસી દુર પણ કરાયા હતા.પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા દેખાવા પુરતી એસી હટવાયા હોય તેમ પુન: ચેમ્બરમાં એસી ફીટ કરી લેતા વિવાદ સર્જાયો છે.
દેવભુમિ દ્રારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સરકારી ચેમ્બરમાં સરકારના આદેશ વિરુદ્ધ પણ એસી લગાવ્યું છે. અહિયાં અધિકારી એ ચેમ્બરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ન આવે તેવી રીતે ઉલ્ટી દિશામાં એસી લગાવ્યું હતું.
જાણીજોઇને સી.સી.ટી.વી. કેમેરાના નિરીક્ષણથી દૂર રાખ્યુ હોય તેમ પ્રતિતિ થઇ રહ્યું છે.
સરકારના આદેશ મુજબ જે તે સમયે એસી ચેમ્બરમાંથી કાઢી નાખ્યુ હતું.પરંતુ પુન: લગાવી દીધુ છે.જે નિયમોનુસાર પાછુ કાઢી નખાશે. – આર.બી. પટેલ, દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી