ગુજરાત

અરવલ્લી જીલ્લા LCB પોલીસે ભિલોડાના વાંકાનેરમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

અરવલ્લી જીલ્લા LCB પોલીસે ભિલોડાના વાંકાનેરમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

ભિલોડાના વાંકાનેર મુકામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપી તથા મોબાઇલ-૧ કિ.રૂ.૩,૦૦૦નો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. અરવલ્લી.

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર તથા અરવલ્લી જીલ્લા પોલીસ અધિછક શ્રી સંજય ખરાત મોડાસા નાઓ તરફથી મિલ્કત સબંધી અન-ડીટેકટ ગુન્હા શોધી કાઢવા માર્ગદર્શન આપેલ.
ઉપરોકત સૂચના અને માર્ગદર્શન અન્વયે અરવલ્લી જીલ્લા અેલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર એ એલ.સી.બી. અરવલ્લી મોડાસા સ્ટાફને આપેલ સૂચના અન્વયે તા.૦૭/૦૯/૨૦૨૦ નારોજ મોડાસા ટાઉન વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ રાખવામાં આવેલ હતુ. દરમ્યાન અ.હે.કો. હરેશકુમાર કાન્તીલાલ ને હકીકત મળેલ કે, ભિલોડા પો.સ્ટે.ના વાંકાનેર ગામે મોબાઇલની દુકાનની ઘરફોડ ચોરી થયેલ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલનો ફોન એક ઇસમ પ્રભુલાલ શંકરભાઇ ખરાડી રહે.કાકરાડુંગરા તા.ખેરવાડા જી.ઉદપપુર રાજસ્થાન વાળો લઇને શામળાજી તરફથી મોડાસા આવે છે. જે હકીકત મળતાં મોડાસા હજીરા નેશનલ હોટલ આગળ નજીકમાંથી બે પંચના માણસો બોલાવી બાતમી થી વાકેફ કરી વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન સદર ઇસમ પ્રભુલાલ શંકરભાઇ ખરાડી રહે.કાકરાડુંગરા તા.ખેરવાડા જી.ઉદપપુર રાજસ્થાન વાળો એક ઓપ્પો કંપનીનો સફેદ તેમજ ગોલ્ડ કલરનો મોબાઇલ ફોન કિંમત રૂ.૩૦૦૦ નો લઇ આવતાં તે મળી આવતાં મુદ્દામાલ રીકવર કરી સી.આર.પી.સી.ક.૪૧(૧)(ડી) મુજબ નજર કેદ કરી મોડાસા ટાઉન પો.સ્ટે. સોંપેલ છે.આ ચોરી અંગે આગળની તપાસ ભિલોડા પો.સ્ટે. ધ્વારા ચાલું છે.
આમ ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રીની તેમજ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકસા.શ્રી ના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૩,૦૦૦ નો મુદ્દામાલ તથા એક આરોપીને ઝડપી પાડી સફળતા મેળવી હતી

પકડાયેલ આરોપીઃ
(૧) \tપ્રભુલાલ શંકરભાઇ ખરાડી રહે.કાકરાડુંગરા તા.ખેરવાડા જી.ઉદપપુર રાજસ્થાન.
કબજે કરેલ મુદ્દામાલઃ
(૧) \tએક ઓપ્પો કંપનીનો સફેદ તેમજ ગોલ્ડ કલરનો મોબાઇલ ફોન કિંમત રૂ.૩૦૦૦
કામ કરનાર ટીમઃ
(૧) શ્રી આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મોડાસા. તથા સ્ટાફ,
(ર)અ.હે.કોન્‍સ હરેશકુમાર કાન્તીભાઇ
(૩) અ.હે.કો. નરેન્દ્દસિંહ પદમસિંહ
(૪)અ.પો.કો. વિક્રમસિંહ વકતાભાઇ
(૫)આ.હે.કો. કેતનકુમાર મહેશભાઇ
(૬) અ.હે.કો. ભરતસિંહ પરબતસિંહ

રીપોર્ટ : કુલદીપ ભાટીયા

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 20 =

Back to top button
Close