
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
મહારાષ્ટ્ર પોલીસ દ્વાર રિપબ્લિક ચેનલના એડિટર ઇન ચીફ અર્નબ ગૌસ્વામી ની ધરપકડ કરવામાં આવતા બનાસકાંઠામાં લાખણી ખાતે મીડિયા એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવતી મહારાષ્ટ્ર સરકાર માં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરવામાં આવી છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા પોલીસના માધ્યમથી લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા મીડિયા ઉપર હિટલરશાહી જેવું વર્તન કરી લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે.
છેલ્લા પાંચ મહિનાથી મહારાષ્ટ્રની મીલીભગત સરકારના દબંગાઈ વાળા કાર્યો ને સતત બતાવવાનું કાર્ય કરતા રિપબ્લિક ચેનલના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી ની ખોટી રીતે ધરપકડ કરવામાં આવતા સમગ્ર ભારત દેશમાં મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ ઉપર રોષ ફેલાયો છે. ત્યારે બનાસકાંઠા માં પણ લાખણી ખાતે મીડિયાના મિત્રો દ્વારા લાખણી મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અર્નબ ગોસ્વામી ના ઘરમાં ઘૂસી પરિવાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી 2018 ના ખોટા કેસને રી ઓપન કરી અર્નબ ગોસ્વામી ની બંદુકની અણીએ ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે જેથી રાષ્ટ્રપતિ શાસન લગાવી મિલીજુલી સરકારની દબંગાઈ ઉપર રોક લગાવવાની લાખણી મીડિયા એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.