અમદાવાદગુજરાત

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ટીમ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર..

ગુરુવારે સંસદમાં ખેડૂત આંદોલન મુદ્દે જોરદાર હોબાળો થયો. કૃષિ કાયદા સામે છેલ્લા ઘણા સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતો પર ભાજપ નેતા અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યુ કે પહેલી વાત તો એ કે તમે એમને ખેડૂત કહેવાનુ બંધ કરી દો, ખેડૂતો પાસે એટલો સમય નથી કે તે જંતર-મંતર પર ધરણા કરે, તે પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા છે. આ માત્ર ષડયંત્રકારો દ્વારા ભડકાવેલ લોકો છે જે ખેડૂતોના નામ આ હરકતો કરી રહ્યા છે.

જ્યારે મીનાક્ષીને 26 જાન્યુઆરી થયેલી ઘટના છતાં જંતર મંતર પર પ્રદર્શનકારીઓને આવવાની મંજૂરી વિશે પૂછવામાં આવ્યુ તો તે ભડકી ગયા અને કહ્યુ કે ફરીથી તમે એ લોકોને ખેડૂત કહી રહ્યા છો, મવાલી છે એ. 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયુ તે શરમજનક હતુ અને વિપક્ષ દ્વારા આવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

વિવાદ વધતા મીનાક્ષી લેખીએ આપી સફાઈ..

વિવાદ વધી જતા હવે મીનાક્ષી લેખીએ સફાઈ આપી છે જેમાં તેમણે કહ્યુ કે તેમના નિવેદનનો ખોટી રીતે સમજવામાં આવ્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે મારા શબ્દો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. જો આનાથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉ છુ.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે કર્યો પલટવાર

હવે ખેડૂત નેતા રાકેશ ટિકેતે મીનાક્ષી લેખીના નિવેદન પર પલટવાર કર્યો છે અને તેમણે કહ્યુ કે ખેડૂતો મવાલી નથી, ખેડૂતો વિશે આવી વાત ન કહેવી જોઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ખેડૂત સંસદ લગાવવા પર તેમણે કહ્યુ કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની આ પણ એક રીત છે. જ્યાં સુધી સરકાર ચાલશે અમે અહીં આવતા રહીશુ. સરકાર ઈચ્છશે તો વાતચીત શરૂ થઈ જશે.

કેન્દ્રીય મંત્રીશ્રીમતી મીનાક્ષીબેન લેખી દ્વારા ખેડૂતોને મવાલી કહ્યા જેના વિરોધમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ટીમ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રીશ્રીમતી મીનાક્ષીબેન લેખી દ્વારા ખેડૂતોને મવાલી કહ્યા જેના વિરોધમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ટીમ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જિલ્લા ટીમ માંથી જિલ્લા પ્રમુખશ્રી ગીરીશભાઈ રાવલ, ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ, ચંદ્રકાંત ભાઈ ગજ્જર, સંગઠન મંત્રીશ્રી અશોકભાઈ પટેલ, સહસંગઠન મંત્રીશ્રી લક્ષમણભાઈ ચૌહાણ રિતેશભાઈ સરવૈયા, વિષ્ણુંભાઈ પટેલ તેમજ દેત્રોજ તાલુકામાંથી સુનિલભાઈ પંડ્યા તેમજ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી ભાવનાબેન મિશ્રા, મહિલામંત્રી શ્રીમતી મિનાબેન દ્વિવેદી તેમજ જિલ્લાના અન્ય કાર્યકરોએ ઉપસ્થિતિ રહ્યા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + eight =

Back to top button
Close