એપલે સૌથી સસ્તી સ્માર્ટવોચ લોંચ કરી, અત્યારસુધીનું સૌથી સસ્તું આઇપે ડ પણ રજૂ કર્યું..

ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યુપર્ટીનો સ્થિત હેડક્વાર્ટરથી કરી. એપલે તેના 1 કલાકના વર્ચ્યુઅલ ‘ટાઈમ ફાઈલ્સ’ ઈવેન્ટમાં નવી એપલ વોચ તથા ટેબ્લેટ લોંચ કર્યું છે. જે આઈફોન 12 રાહ જોતા હતા, તે અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી.
એપલની આ ઈવેન્ટમાં હજારો ડેવલપર્સ સામેલ થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે કંપની વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજશે. જોકે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થયું કે કંપની આ ઈવેન્ટમાં આઈફોન 12 લોન્ચ કરશે કે કેમ.
ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6 પણ લોન્ચ થઈ શકે છે. તેમાં હાઈલી ડિમાન્ડેડ ફીચર બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ મળી શકે છે. એમાં સ્લીપ ટ્રેકિંગ ફીચર પણ મળી શકે છે. તેને અપગ્રેડેડ પ્રોસેસર અને ઈમ્પ્રુવ્ડ બેટરી સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
કંપની એન્ટ્રી લેવલ વોચ પણ લોન્ચ કરી શકે છે. તેને એપલ SE નામ આપવામાં આવી શકે છે. કંપની SE સિરીઝ હેઠળ બજેટ પ્રોડક્ટ લોન્ચ કરે છે.

એપલની આ ઈવેન્ટમાં યુનિક પ્રોડક્ટ એર ટેગ્સ રજૂ થઈ શકે છે. તે ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ એક ટ્રેકર ટાઈલ્સ છે, જે ખોવાયેલા ઈલેક્ટ્રિક પ્રોડક્ટ શોધવામાં મદદ કરે છે. તે બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે.
આ સિવાય કંપનીની વેબસાઈટ www.apple.com/apple-events પર પણ જોઈ શકાશે. આ ઈવેન્ટ કેટલા સમય સુધી ચાલશે તેની પણ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
દર વર્ષે ઈવેન્ટ પહેલાં જ પ્રોડક્ટ લોન્ચિંગનું પિક્ચર લગભગ ક્લિઅર કટ હોય છે, પરંતુ આ વખતે તેમ નથી. પ્રોડક્ટ લોન્ચિંગ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. લીક રિપોર્ટ અનુસાર, આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6, ન્યૂ આઈપેડ એર 4, એર ટેગ અને આઈફોન 12 લોન્ચ થઈ શકે છે.
આઈફોન 12 સિરીઝના 4 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.ઈવેન્ટમાં નવાં એરપોડ્સ પણ લોન્ચ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ એરપોડ્સનું સૌથી સસ્તુ વર્ઝન હશે. આ સિવાય આઈપેડ એર, હોમ પોડ અને એપલ ટીવી સ્ટિમિંગ બોક્સ પણ લોન્ચ થઈ શકે છે. તેમાં 5.4 ઈંચનો આઈફોન 12, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો મેક્સ, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો અને 6.7 ઈંચનો આઈફોન 12 પ્રો મેકસ સામેલ હશે. કંપની એ વાત કન્ફર્મ કરી છે કે આઈફોન 12નું વેચાણ ઓક્ટોબરથી શરૂ થશે.