
લોકડાઉન થયા બાદ ભારતમાં વેબસિરિઝનું ખાસ્સું એવું ચલણ વધ્યું છે અને દરેલ લોકો અત્યારે ડિજિટલ પ્લેટફોર્મને વધારે પ્રાથમિકતા આપે છે. જો કે હવે ગુજરાતી વેબસિરિઝની દુનિયામાં પણ ઘણાં બદલાવો આવી રહ્યાં છે. દરેક મેકર એવા પ્રયાસો કરી રહ્યાં છે. અમે લોકોને કંઈક કન્ટેન્ટ પીરસીએ ત્યારે પહેલા ગુલઝાર પ્રોડ્યુસર રાકેશ પટોળીયા વાત કરતાં જણાવે છે કે અમે પહેલા ગુલઝાર આજથી એક વર્ષ પહેલાં બનવવાનું શરૂ કર્યું હતું. અને આ સિરીઝ ડિરેક્ટર અને રાઇટર અંકિત સખીયા વગર બનવવી અશક્ય હતી.
અમે સમાજની આસપાસની કઈંક બનેલી ઘટના આધારિત કન્ટેન્ટ બનાવવા ઇચ્છતા અને જે અંકિત સખીયા દ્વારા મળ્યો. આ સિરીઝમાં પહેલા પ્રેમની વાત કરવામાં આવી છે. જો કે દરેક લોકોને તેમનો પહેલો પ્રેમ મળતો નથી. અને અહીં એવા જ પ્રેમની વાત કરવામાં આવી છે. આ સિરીઝ ને દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વેબસિરિઝ અમારું ગીત “ગાલિબના શેર જેવી છોકરી” પણ દર્શકો દ્વારા ખૂબ વખાણવામાં આવ્યું છે.
પ્રોડ્યુસર રાકેશ પટોળીયા વધુમાં જણાવતાં કહે છે કે અમે આ વેબસિરિઝ લોકોને યુટ્યુબ પર મફતમાં બતાવી રહ્યા છે. પરંતુ જો આ વેબસિરિઝ તમને ગમી રહી છે તો તમે અમને રૂપિયા ડોનેટ કરી શકો છો અને આ ડોનેશનનો ઉપયોગ નાના બાળકોને શિક્ષણ પાછળ કરવામાં આવશે. જેમને સગવડ નથી મળતી તેવા બાળકોને શિક્ષણ મળશે તો આગળ વધશે.
પહેલા ગુલઝાર વેબસિરિઝ નો બજેટ ફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર આવી ગઈ છે. અને હાલ દર્શકો દ્વારા આ વેબસિરિઝને ખૂબ વખાણવામાં આવી રહી છે.