સુરતના ચુની ગજેરા કેસમાં વધુ એક ટ્વિસ્ટ, પીડિત શિક્ષિકાએ કેસમાં છેડતી જ નહીં પરંતુ બળાત્કાર…

સુરતના ઉદ્યોગપતિ અને શિક્ષિકા વચ્ચે ચાલતો છેડતી અને ખંડણીના મામલામાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. વકીલ મારફતે પોલીસમાં વધુ એક અરજી પીડિતા દ્વારા કરવામાં આવી છે, જેમાં છેડતી નહિ પરંતુ બળાત્કારની કલમ ફરિયાદમાં દાખલ કરવાની માંગણી કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અડાજણ પાલ રોડ પર આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના સંચાલક સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ અડાજણ પોલીસે નોંધી છે. શાળાના કામકાજ દરમિયાન મોબાઈલ પર બિભત્સ મેસેજ મોકવાના આરોપને લઈ જાણીતા ઉદ્યોગપતિ ચુનીલાલભાઈ હરિલાલભાઈ ગજેરા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે, ત્યારબાદ આ સમગ્ર મામલે ટ્વિસ્ટ આવ્યો હતો અને શાળાના આચાર્ય દ્વારા પીડિતા શિક્ષિકા સામે રૂપિયા 11 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. હવે વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે જેમાં વધુ એક અરજી પીડિતા દ્વારા કરવામાં આવી છે.
ફરિયાદી બેન શિક્ષિકા જ્યારે ફરજ બજવતી હતી, ત્યારે સંચાલક ચુની ગજેરા મોબાઈલ પર બિભત્સ મેસેઝ સાથે બિભત્સ વાતો કરતા હોવાના ગંભીર આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે હવે વકીલ મારફતે પોલીસમાં વધુ એક અરજી પીડિતા દ્વારા કરવામાં આવી છે, જેમાં છેડતી નહિ પરંતુ બળાત્કારની કલમ ફરિયાદમાં દાખલ કરવાની માંગ કરી છે.
એક બાદ એક આ કેસમાં નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. પ્રથમ પીડિતા દ્વારા ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય દ્વારા સ્કૂલને બદનામ કરવા માટે પીડિતા દ્વારા રૂપિયા 11 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાથી ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી હતી, અને હવે વધુ એક અરજી પીડિતા દ્વારા કરવામાં આવી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચુની ગજેરા સામેની ફરિયાદમાં બળાત્કારની કલમ નો ઉમેરો કરવામાં આવે.
ઉદ્યોગપતિ ચુની ગજેરા દ્વારા શિક્ષિકાની છેડતીનો મામલે અડાજણ પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ શિક્ષિકા સામે ખંડણી માંગવાની ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. ગજેરા ગ્લોબલ શાળાના આચર્યાને શિક્ષિકાની ઓરીજનલ એફિડેવિટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં પોલીસે 15થી વધુ લોકોના નિવેદનો પણ લીધા છે.