આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, 30 વર્ષથી સ્થાયી ચરોતરના વેપારીનો 8 સપ્ટેમ્બરનો દિવસ કાળમુખો…

હજુ તો ચાર દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ભરૃચના વોરાસમની ગામના યુવાન પર સ્થાનિક લુંટારુઓ દ્વારા થયેલા હુમલાની શાહી સુકાઈ નથી ત્યાં જ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી નાંખવામાં આવી છે. અમેરિકામાં ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા કરી નાંખવામાં આવી છે. આ ગુજરાતી યુવકનું નામ અશ્વિન પટેલ છે, અને તેઓ અમેરિકાના કન્વીનિયન સ્ટોર ધરાવતા હતા. મૃતક અશ્વિન પટેલ આણંદના વિદ્યાનગર વિસ્તારના રહેવાસી હતા. આ ઘટનાને પગલે રોજીરોટી રળવા ગયેલા યુવાનોના પરિવારો ચિંતાતુર બન્યા છે.

અમેરિકાના સાઉથ કેરોલી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ વર્ષથી અશ્વેતો લૂંટના ઈરાદે ગુજરાતીઓના વેપાર ધંધા ઉપર છાપો મારીને લૂંટ ચલાવીને હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે 8મી સપ્ટેમ્બર આણંદના પરિવાર માટે કાળમુખો સાબિત થયો હતો. 8મી સપ્ટેમ્બરના રોજ અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના અશ્વિન પટેલ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા કરી નાંખવામાં આવી છે. લૂંટના ઇરાદે ગુજરાતીની હત્યા કરી નાંખવામાં આવી છે. આણંદના વિદ્યાનગર નર્મદાવાસમાં રહેતાં અશ્વિન પટેલ 30 વર્ષ અગાઉ અમેરિકામાં સાઉથ કેરોલિનાના બ્લેકવિલમાં પરિવાર સાથે તેઓ સ્થાયી થયાં હતાં. અમેરિકામાં તેઓ કન્વીનિયન સ્ટોર ધરાવતાં હતાં. પરંતુ 8મી સપ્ટેમ્બરના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલા અશ્વેત શખ્સો મોત બનીને આવ્યા હતા. આ અશ્વેત શખ્સોએ લૂંટ કરવાના ઇરાદે અશ્વિન પટેલ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. અમેરિકાના બ્લેકવિલની પોલીસને આ બનાવવી જાણ થતાં સ્ટોર પર દોડી આવી હતી. અશ્વિન પટેલના મૃતદેહને પી.એમ માટે મોકલી આપ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × two =

Back to top button
Close