ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાના પ્લાનિંગ કેસમાં વધુ એક છોટા શકીલનો સાગરીત પકડાયો

એટીએસે ચેમ્બુરના રહેવાસી સીદેશ ખરાડેની ધરપકડ કરી
અમદાવાદ : બીજેપીના ગોરધન ઝડફિયાના હત્યાના પ્લાનિંગના કેસમાં એટીએસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ધરી છે. આરોપી સીદેશ ખરાડે છોટા શકીલના કહેવાથી હથિયાર ઈરફાનને આપી ગયો હતો. ગુજરાત એટીએસે થોડા દિવસ પહેલા બીજેપીના નેતા ગોરધન ઝડપિયાની હત્યા માટે મુંબઈથી આવેલા ઈરફાનને પકડી પાડ્યો હતો. તે સમય ઈરફાને એટીએસ ઉપર ૨ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
આ મામલે ઈરફાનની તપાસમાં અનેક માહિતી સામે આવી હતી. જેના આધારે એટીએસે ચેમ્બુરના રહેવાસી સીદેશ ખરાડેની ધરપકડ કરી છે. આરોપીએ છોટા શકીલના કહેવાથી ઈરફાનને હથિયાર આપી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે શબ્બીર જે છોટા શકીલનો ખાસ છે તે દુબઈ અને કરાંચીમાં રહે છે અને ઈરફાનને તમામ સૂચનાઓ આપી રહ્યો હતો. આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી થાય અને સજા મળે તે માટે બંને આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એટીએસની તપાસમાં સામે આવ્યું હતું કે શબ્બીર અને મુન્ના નામનો વ્યક્તિ જે છોટા શકીલના કહેવાથી બધું હેન્ડલ કરી રહ્યો હતો. ઈરફાન અને સીદેશની તપાસમાં સામે હત્યાના પ્લાનની તમામ હકીકત સામે આવી ગઇ છે ત્યારે એટીએસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ લોકોના ટાર્ગેટમાં બીજા કોઈ નેતા હતા કે કેમ.