
માતાનું અવસાન થતાં બાળા માસીના ઘરે ગઈ જયાં માસીના છોકરાએ રેપ કર્યો!
ઇન્ટરનેટના યુગમાં મોબાઈલ ફોન ઉપર પોર્ન વેબસાઈટ જોઈને આજના કેટલાક હેવાનો બેન દીકરીઓ ને નિશાન બનાવી વાસના નો ગંદો ખેલ ખેલી રહ્યા છે ત્યારે હવે તો સગા વ્હાલા ના દ્યરે પણ દીકરીઓ ને મુકવા માટે સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા ની ઘટના એ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે ત્યારે આજ વિસ્તારમાં વધુ એક એક ૬ વર્ષ ની બાળા સાથે બળાત્કાર ની દ્યટના બની છે જેમાં બાળકી નું મોત થઈ ગયું છે આ રેપ બાળા ના સગા માસીના છોકરા એ કર્યો હોવાની વાત સામે આવી છે. અને કરુણતા તો એ છે કે ભોગ બનનાર બાળા ની માતા નું ત્રણ માસ અગાઉ અવસાન થતાં તે માતા ની યાદ આવતા થોડા દિવસ પોતાની માસીના ઘરે રહેવા ગઈ હતી જયાં જેને ભાઈ માનતી હતી તેણે જ બાળા ની જીંદગી બરબાદ કરી હોવાનો આરોપ છે. સાદાબાદ ક્ષેત્રના મઇ જટોઇ ગામની ૬ વર્ષની બાળકીની સાથે ૨૦ દિવસ પહેલાં અલીગઢના ઈગલાસ પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મ થયું હતું. આરોપ પીડિતાના માસીના દિકરા પર લાગ્યો છે. પીડિતાને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં મોકલવામાં આવી હતી જયાં તેનું કરુંણ મોત થયુ હતું.
ઘટનાથી નારાજ પરિવારના લોકોએ હાથરસમાં બલદેવ રોડ પર મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન કરતા ભારે હોબાળો થયો હતો પરિણામે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પરિવારના લોકો અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયા હતા. ગામમાં તણાવ જેવી પરિસ્થિતિ જોવા મળતા પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
વિગતો મુજબ જટોઇ ગામમાં રહેતા એક ગ્રામીણની પત્નીનું જાન્યુઆરીમાં મોત નિપજયું હતું અને તે દ્યટનાના ત્રણ માસ બાદ બાળકી પોતાની બહેનની સાથે માસીના દ્યરે રહેવા આવી હતી. ૧૭ સપ્ટેમ્બરે બાળકીની સાથે માસીના દિકરાએ દુષ્કર્મ કર્યુ હતું. સીઓ ઇગ્લાસ પરશુરામ સિંહે જણાવ્યું કે, તે દિવસે બાળકીને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
બીજા દિવસે બાળકીને પિતાને સોંપવામાં આવી. ચાઈલ્ડ લાઈન બાળકીની સંભાળ રાખી રહ્યાં હતા. જે બાદ પિતાએ એએમયૂની જેએન મેડિકોલ કોલેજમાં તેને દાખલ કરાવી. ૨૧ સપ્ટેમ્બરે આરોપી વિરૂદ્ઘ ઈગલાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તેની ધરપકડ કરી લેવાઈ છે પણ આ વિસ્તારમાં વધેલી આ પ્રકારની ઘટનાઓને પગલે પ્રશાશનમાં ચિંતા પ્રસરી છે.