
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે રાજ્યમાં પ્રાચીન નવરાત્રી મહોત્સવ યોજવા તથા અન્ય ક્ષેત્રો સહિતની છુટછાટના મુદ્દે આજે રાત સુધીમાં નિર્ણય જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે.
શ્રી નિતીન પટેલે જણાવેલ કે, કેન્દ્રની અનલોકની નવી ગાઇડલાઇનનો અભ્યાસ ચાલી રહ્યો છે. દરરોજ સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રુપની મીટીંગ મળે છે ત્યારે આજની બેઠકમાં નવી ગાઇડ લાઇન બાબતે ચર્ચા થશે.
પ્રાચીન ગરબી (શેરી ગરબા), ધાર્મિક – રાજકીય લગ્ન જેવા સામાજિક પ્રસંગોની ઉજવણી માટે ગાઇડલાઇનને અનુરૂપ સરકાર હકારાત્મક રીતે વિચારશે.
સાંજની બેઠકમાં જ નિર્ણય કરી રાત્રે જ જાહેરાત કરવાની ગણતરી છે. તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવેલ.