દ્વારકાના ઘનશ્યામનગર વિસ્તારમાં ગંદકી તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતા રહેવાસીઓમાં રોષ

દ્વારકા ખાતે આવેલ ઘનશ્યામનગરમાં ગંદકી તેમજ વરસાદી પાણીનો નિકાલ ના થતા રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. અને રહેવાસીઓ દ્વારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

વધુ માહિતી અનુસાર દ્વારકા ખાતે આવેલ ઘનશ્યામનગરમાં વરસાદી પાણી ભરાયા હોય ગંદકીના થર જામી ગયા છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકરે તેવી સંભાવના વચ્ચે ઘનશ્યામ નગરના રહેવાસીઓ દ્વારા દ્વારકા નગરપાલિકા માં ચીફ ઓફિસરને એક લેખિત આવેદન આપી જણાવ્યું કે છેલ્લા બે માસ થયા દ્વારકા માં ભારે વરસાદ પડી રહ્યો હોય આ વરસાદને લઈને ઘનશ્યામ નગર સોસાયટીમાં હજુ સુધી પાણીનો કોઈ જાતનો નિકાલ થતો નથી.
આ પાણી અતિ દુર્ગંધ મારતું હોય તેમજ પાણીની અંદર લાલ પૂરો થઈ ગયેલી હોય મચ્છરનો ઉપદ્રવથી ઘનશ્યામ નગરના રહેવાસીઓને ભારે મુશ્કેલી થઈ રહી છે તેમજ પગમાં ચામડીના રોગો પણ થાય છે આ બાબતે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ કરવા તેમજ આ ગંદકી દૂર કરવા અને દવાનો છંટકાવ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે.
ઘનશ્યામ નગરના સ્થાનિક રહીશો ગંદકીથી ત્રસ્ત હોઈ તંત્ર ગાઢ નિંદ્રામાં સુતેલુ જોવા મળી રહ્યું છે. ત્યારે અનેલ સવાલો રહીસોમાં ઉઠી રહ્યા છે. ત્યારે અંતે રહેવાસીઓ દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું.