આણંદ એલ.સી.બી ને મળી મોટી સફળતા,ઇકો ગાડી ના સાઈલેન્સર ચોરતી ટોળકી ને પકડવા મા આવી

આણંદ અને ખેડા જિલ્લા માથી આશરે ૩૮ મારુતિ ઇકો ગાડી ના સાઈલેન્સર ચોરી નો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. છેલ્લા ઘણા સમય થી છેલ્લા ૨o દિવસો થી રાત્રિ ના સમયે ચાલતી ઇકો ગાડી ના સાઇલેન્સર ની ચોરી થતી હતી તેવી ફરિયાદી મળતા જિલ્લા પોલીસ વડા તરફથી સૂચનાઓ મળતા આણંદ એલ.સી.બી ના પી.એસ. આઈ તથા સ્ટાફ ને બાતમી મળી હતી કે ગુનો કરતા તમામ આરોપીઓં જી.જે.૦૨.બી.ડી.૪૦૦૫ ફોર્ચ્યુનર ગાડી નો ઉપયોગ કરતા હોય અને આણંદ જિલ્લા મા આવેલ બોરસદ તરફથી નિસરાયા જવાની ચોકડી તરફ આવવાના હોય તેવી પાકી માહિતી મળતા તે જગ્યા પરથી જી.જે.૦૨.બી.ડી.૪૦૦૫ ફોર્ચ્યુનર ગાડી આવતા તેમાંથી ૫ ઈસમો ને પકડી પાડવામાં આવ્યા હતા.
તમામ આરોપીઓ જી.જે.૦૨.બી.ડી.૪૦૦૫ ફોર્ચ્યુનર ગાડી લય ને જ ચોરી કરવા જતાં હતા અને રાત્રિ ના સમયે જ્યાં ઇકો ગાડી દેખાય તેનું સા કાઢી લેતા અને જૂનું સાઇલેન્સર મૂકી દેતા હતા. સાઇલેન્સર ની ચોરી કરવાનો હેતુ એવો હતો કે તેમાંથી નીકળતી માટી ભરૂચ ના બે ઈસમો ને વેચતા હતા તેવું પોલીસે પૂછ પરછ મા જાણવા મળેલ છે.
આગળ ની તપાસ માટે બધા આરોપીઓ ને બોરસદ શહેર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા છે. પકડાયેલ પાંચ આરોપીઓ ના નામ.
(૧) આસીફ ઉફેરૂપાલ ઐયબુ ભાઇ વ્હોરા રહ. રૂપાલ દાતરાની દરગાહ પાસેતા.બાવળા જી.અમદાવાદ
ર) ઇરફાન ઉર્ફે ગજની અબ્દુલભાઇ વ્હોરા રહ. ધોળકા મીરકુવા દરગાહ પાસેતા.ધોળકા જી.અમદાવાદ
(૩) તૌફીક મહબેબુ ભાઇ પીંજારા રહે અમતૃ ગગા પાણીની ફેકટરી પાછળ, ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ
(૪) ફીરોજ ઉર્ફે ઇંગ્લીશ રસલુ ભાઇ વ્હોરા રહ. રૂપાલ નવી મસ્જજીદની બાજુમાં તા.ધોળકા જી.અમદાવાદ
(૫) વીજયભાઇ સવજીભાઇ ઠાકોર રહે. મફતીયાપૂરા અમતૃ ગંગા પાણીની ફેકટરી સામેતા.ધોળકા જી.અમદાવાદ