ગુજરાત
આણંદ: હાથરસની ધટનાનો વિરોધ વ્યક્ત કરતા આવેદનપત્ર કલેકટરને સુપ્રત કર્યું હતું.

ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાના બુલગઢી ગામની વાલ્મીક સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેણીની કરપીણ હત્યા કરવાના બનાવના વિરોધમાં આજે આણંદ કલેકટર કચેરી ખાતે માનવ અધિકાર યુવા સંગઠન અને ચરોતર વાલ્મીક સમાજ મહા પંચાયત દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું આવેદનપત્ર કલેકટરને સુપ્રત કર્યું હતું.
માનવ અધિકાર યુવા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સોલંકી સહિત કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે હાથરસમાં બનેલી જધન્ય ઘટનાનો વિરોધ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવીદજીને લખેલું આવેદનપત્ર જીલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું.
જેમાં તેઓએ ગેંગરેપ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ફાંસીની સજા આપવા તેમજ પીડીત પરિવારને રુા. ૧ કરોડની સહાય અને પીડીત પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.