દેવભૂમિ દ્વારકા
દ્વારકા નજીક વરસાદી પાણી ભરાયેલા ખાડામાં વૃધ્ધ મહિલા ડુબી જતા મોત..

દ્વારકા પંથકમાં ખુબ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઇ ચુક્યા છે. દ્વારકા નજીક આવેલ બરડીયા પાસે નેશનલ હાઇવે ના ઓવર બ્રીજ પાસે આવેલ 25 ફુટ ઉંડા ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. આજે સવારના ભાગમા એક 80 વર્ષીય પાંબીબેન પાલાભાઇ નામની વૃધ્ધાનો પગ લપસતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ હતી. સ્થાનિક લોકોએ વૃધ્ધાને બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા. પરંતુ સફળતા ન મળતા , દ્વારકા ફાયરટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયરટીમની બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી શકાયો હતો. અને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.