મનોરંજન
પ્રભાસ અને દીપિકાની ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરવાના છે.

દીપિકા પદુકોણ અને પ્રભાસ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. કહેવાય છે કે, દીપિકાએ આ ફિલ્મ માટે તગડી રકમ વસૂલ કરી છે. પ્રભાસ અને દીપિકાની ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરવાના છે. ફિલ્મમેકર્સે તેમનો એક જબરદસ્ત વીડિયો બહાર પાડીને બિગ બીનું સ્વાગત કર્યું છે.

વૈજયંતી ફિલ્મસ તરફથી ઘોષણા કરતા આ વીડિયોમાં લખ્યું છે કે, અમે લેન્ડ અમિતાભ બચ્ચન સિવાય કઇ રીતે એક મહાન ફિલ્મ બનાવી શકીએ.ફિલ્મ પીકુ પછી દીપિકા અને અમિતાભ ફરી એક વખત સાથે સ્ક્રીન શેર કરશે. પ્રભાસ સાથે આ તેમની પહેલી ફિલ્મ હશે.
