અમિતાભ બચ્ચન કરશે અંગદાન ટ્વીટર પર જાહેર કર્યો નિર્ણય

અમિતાભ બચ્ચન ઘણા લોકોના રોલ મોડલ છે અને સદીના મહાનાયક તરીકે ઓળખાય છે. હાલમાં ટ્વીટર પર તેમણે અંગદાન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે તેઓ હેપટાઇટસથી પીડાઇ રહ્યા હોવાથી આ કઇ રીતે શક્ય છે તેવી આશંકા યુઝર્સે વ્યક્ત કરી છે.
અમિતાભે ટ્વીટર પર એક તસવીર સાથે શેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે. અંગદાન કરવાની સૌગંધ લઇ લીધી છે. હું આ પવિત્રતા સમાન લીલી રિવીન પહેરું છે. તેમણે આ સાથે એક તસવીર શેર કરી છે જેમાં તેમણે લીલી રિબીન પહેરી હોવાનું જોવા મળે છે.

જોકે એક યુઝરે લખ્યું છે કે, સર તમને હેપેટાઇટસ-બી છે, તો તમે કઇ રીતે તમારા અવયવોને અન્યોના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે આપી શકો તમારું તો લિવર પણ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અને તમે ઇમ્યૂનો સ્પ્રેસેટ દવાઓ પર છો. હું તમારી અંગદાન કરવાની ઇચ્છાને માન આપું છું પરંતુ મને લાગે છે કે તમે મેડકલિ અઁગદાન માટે યોગ્ય ડોનર ન બની શકો. ધન્યવાદ.
જ્યારે અન્ય એક યુઝરે અમિતાભની આ ઇચ્છાને માન આપ્યું છે. તેણે ઉપરના યુઝરના પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, તેઓ આંખ, કિડની તેમજ હાર્ટ ચોક્કસ ડોનેટ કરી શકે એમ છે, તેમણે લોકોને એક સારો સંદેશો આપ્યો છે તેનું માન કરવું જોઇએ.