
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે એક વાર ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. કોરોનાના મામલાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં જે રીતે તેજીથી મામલા વધી રહ્યા છે તેના પર અમારી નજર બનેલી છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લોકડાઉનથી ચેન તોડવાનો એક માત્ર વિકલ્પ છે તો તે લોકડાઉન પર વિચાર કરી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લૉકડાઉનની શક્યતાઓ પર તેને રાજ્યો પર છોડવાનો ઈશારો કર્યો. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ કોવિડની નવી લહેર પહેલાથી અનેકગણી વધારે ખતરનાક સાબિત થઈ છે. બીજા દેશોમાં કોરોનાના કારણે જેટલું મોટું નુકસાન થયું છે તેની તુલનામાં ભારતની વસ્તીના હિસાબથી અમે સારું કામ કર્યું છે.

એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું, ત્રણ મહિનાથી અમે પ્રતિબંધો લગાવવાનો અધિકાર અમે રાજ્યોને આપી દીધો છે. કારણ કે દરેક રાજ્યની સ્થિતિ સરખી નથી. એવામાં રાજ્ય સરકરે પોતાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાનો રહેશે.
તેમણે જણાવ્યું કે ગત વર્ષ અમે કોરોનાને લઈને તૈયાર નહોંતા. ત્યારે આપણી પાસે દવા કે રસી નહોંતા. હવે સ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. ડોક્ટર કોરોનાને સારી રીતે સમજી ચૂક્યા છે. તેમ છતાં અમે મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સામાન્ય સહમતિ જે પણ હોય અમે તે પ્રમાણે આગળ વધીશું. હાલમાં જે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તેને જોતા લોકાડઉન જેવી સ્થિતિ નથી દેખાઈ રહી.