
જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. CBIએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જુનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી હતી. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી. હાલ શિવા સોલંકી અમદાવાદની સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
જુનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મીત સોલંકી (ઉં.વ.22)એ આજે પોતાના ઘરે જ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી જિંદગી ટૂંકાવી લીધી હતી.