AMC અચાનક આવ્યું હરકતમાં,શું ફરી થશે લોકડાઉન?

અમદાવાદમાં કોરોના ના કેસોની સંખ્યા અટકી ગયા બાદ ફરીથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતો જાય રહ્યો છે.
અમદાવાદમાં સતત 150થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ દરમિયાનવ AMC દ્વ્રારા કોરોના સંક્રમણ વધતા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અને ચાની લારીઓ પર સોલિડ વિભાગની તપાશ સામે આવી રહી છે. હાલમાં એ.એમ.સી. દ્વારા ચાની લારીઓ પર વધારે ભીડ થતા તેમને બંધ કરાવવામાં આવી રહી છે.
શહેર મા કોરોના ના કેસો વધતા જ AMC કામે લાગી ગઇ છે. આજે વહેલી સવારથી જ લારીઓ બંધ કરવામાં આવી રહી છે. જે ચાની લારીઓ પર ભીડ વધારે થાય અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણી ન થતી હોય તેવી જગ્યાઓને બંધ કરાવવામાં આવી રહી છે. શહેરના તમામ ઝોનમાં ચા ની લારીઓ બંધ કરાવવામાં આવી રહી છે.
શહેરમાં અચાનક ચાની લારીઓ બંધ કરાવતા શહેરીજનો ને થાય છે કે પાછું લોકડોવન થવાનું છે તેવું સમજી રહ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવી રહ્યા છે.તમને અહિં સાફ સાફ જણાવી દઇએ કે, રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનાં કોઇ સંકેત આપવામાં આવ્યા નથી.
તો કોઈના મેસેજ પર વિશ્વાસ ન કરવો. રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા જે નિણય લેવામાં આવે તેનું પાલન કરવું.