કાંકરિયા રાઇડ્સની દુર્ઘટનાવાળી કંપનીને જ રાઇડ્સનો કોન્ટ્રાક્ટ આપતી AMC

કોઈ એકાદ દુર્ઘટના બને તો સામાન્ય માણસ પણ તેમાથી બોધ લેતો હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વાત સમજતું હોય તેમ લાગતું નથી.
કાંકરિયા એમ્યુઝેમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઇડની દુર્ઘટનામાં બેના મોત થયા હતા અને 29 ને ઇજા થઈ હતી. 14 મી જુલાઈ 2019 ના રોજ બનેલી આ ઘટના બધા અમદાવાદીઓને યાદ હશે. પરંતુ એએમસી આ ઘટના ભૂલી ગઈ લાગે છે. આ ઘટનાને માંડ હજી વર્ષ થયુ છે ત્યારે હલકી ગુણવત્તાવાળી રાઇડના સંચાલક સુપર એમ્યુઝમેન્ટને ફરીથી તેના માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે.
વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં પણ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને 2012 થી કોન્ટ્રાક્ટ અપાયેલો છે. આ કંપની કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પણ ધરાવે છે. 14 જુલાઈની દુર્ઘટના પછી રાઇડ્સની કરવામાં આવેલી તપાસમાં 23 માંથી 11 રાઇડ્સ ખામી વાળી હોવાનો અહેવાલ અપાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ અહેવાલ પછી પણ કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી નથી. આ ઘટના છતાં પણ આ જ કંપનીને એએમસી કોન્ટ્રાક્ટ આપવા માંગે છે તેનું કારણ શું છે.
શું AMC ને ખબર નથી કે આ કંપનીની રાઇડ્સ ઉતરતી ગુણવત્તાની છે કે પછી તેમના કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ પર આ કંપનીનો પ્રભાવ વધારે છે.