ટ્રેડિંગદેવભૂમિ દ્વારકા

સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના હસ્તે દ્વારકાના ટુંપણી ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

Gujarat24news:RSPL – ઘડી કંપની દ્વારા રૂપિયા ૬ લાખની એમ્બ્યુલન્સ
 ટુંપણી-PHC ને જનસેવા અર્થે અર્પણ કરાઈ

દેવભૂમિ દ્વારકાના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના હસ્તે દ્વારકા તાલુકા ટુંપણી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
            ઉલ્લેખનીય છે કે, ટુંપણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૨૧ ગામના લોકોને આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ ન પડે અને જરૂરીયાત પડે તાત્કાલિક જરૂરી સારવારના સ્થળે પહોંચી શકાય તેવી સુવિધા મળી રહે એવા હેતુથી આર.એસ.પી.એલ. ઘડી કંપનીના વેલફેર ફાઉન્ડેશન દ્વારા સી.એસ.આર. અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ટુંપણીને ૬ લાખની એમ્બ્યુલન્સનું અનુદાન કરવામાં આવ્યું છે.


            આ તકે સંસદસભ્યશ્રી પૂનમબેને આર.એસ.પી.એલ. ઘડી કંપનીનો આભાર વ્યક્ત કરતા કોરોના સામેની આ લડાઈમાં આપણે સૌએ એક થઈને લડવાનું છે અને ફરજીયાત પણે કોરોના રસી લઈને મજબૂતાઈ પૂર્વક કોરોનાને હરાવવાનો છે તેમ જણાવ્યું હતું.
            વધુમાં તેમણે લોકોને રસીકરણ સંલગ્ન અફવાઓથી દૂર રહેવા અને રસીકરણ એ આપણા અને આપણા પરીવારના આરોગ્ય માટે ઉત્તમ વિકલ્પ છે તેમ જણાવી લોકોને રસીકરણ કરાવી રાજ્ય સરકારના “જીતશે ગુજરાત, હારશે કોરોના”ના વાક્યને સાથે મળીને સાકાર અપીલ કરી હતી.
            આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી પબૂભા માણેક અને વી.ડી.મોરી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.      

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close