દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુરનાં ભાટિયા ગામે એમ્બ્યુલન્સ માં આગ..
એમ્બ્યુલન્સમાં કોઇ પેશેન્ટ ન હોવાથી જાનહાની ટળી…
દ્વારકાના ભાટીયા ગામપાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળતા, વાહન વ્યવહાર અટકી પડ્યો હતો. આ એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી ન હોવાથી જાનહાની ટળી હતી. આગ લાગતાં ધુવાંડાનાં ગોટે ગોટા ઉડ્યા હતા. ભાટિયા એમ્બ્યુલનસ માં આગ લાગતાં લોકોના ટોળા ભેગા થયા હતા અને આગ પર કાબુ મેળવવા કોશીષ કરી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલા બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો.
એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ વાયર શોર્ટશર્કીટ જાણવા મળેલ છે. આ એમ્બ્યુલન્સ છેલ્લા કેટલાક સમયથી પડતર હોય દ્વારકાથી ભાટીયા વાયરીંગ કામ માટે આવેલ, અને ટેસ્ટીંગ કરવા ડ્રાઇવ પર જતા આગ લાગી હતી.