Airtel પણ લોન્ચ કરશે સસ્તા 4G સ્માર્ટફોન્સ

સૂત્રો અનુસાર ભારતીય Airtel જલદી જ ભારતમાં સ્માર્ટફોન કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરશે.
તાજેતરમાં કેટલાક અહેવાલો બહાર આવ્યા છે કે એરટેલ સ્માર્ટફોન બનાવતા કેટલાક સાહસો સાથે ચર્ચામાં છે.થોડા સમય પહેલા જ Jio એ સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેને બરાબરીની ટક્કર આપવા Airtel હવે સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરશે.
Airtel કંપની ભારતમાં લોક્ડ અને અનલોક્ડ બંને પ્રકારના સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોક્ડ એટલે એવા ફોન જેમાં તમે માત્ર Airtel નું સિમ ચલાવી શકો છો. જેમાં Airtel ના કસ્ટમાઈઝ સસ્તા પ્લાન આપવામાં આવશે. અનલોક સ્માર્ટફોનમાં તમે કોઈપણ કંપનીનું કાર્ડ ચલાવી શકો છો.
રિલાયન્સ Jio પાસે ગૂગલની પાર્ટનરશિપ છે. તેમજ Jio 4G સ્માર્ટફોનની સાથે ડેટા પ્લાન પણ આપવાની છે. આમ Airtel કંપની એ પણ દબાવ રહેશે કે તે 2G યૂઝર્સને Jio પાસે જતા રોકે. આથી તેમણે Jio ને ટક્કર આપવા માટે તેના જેટલી જ ફેસિલિટી પોતાના ગ્રાહકોને આપવી પડશે.