અહોઇ અષ્ટમી 2020: સંતાન ની લાંબી ઉમર અને કલ્યાણ માટે

અહોઇ અષ્ટમી ના દિવસે માતાઓ પોતાની સંતાન માટે નિર્જળ વ્રત રાખે છે. અને રાત્રિ ના તારા ને જળ અર્પણ કરી વ્રત ખોલે છે.અહોઇ અષ્ટમી ના દિવસે માતા પાર્વતી ની પૂજા કરવામાં આવે છે. આ વખતે અહોઇ અષ્ટમી 8 નવેબરના દિવસે છે.

અહોઇ અષ્ટમીનું મહત્વ…
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને પોતના સંતાન માટે લાંબી ઉમર પ્રાથના કરે છે. જે સ્ત્રી ને સંતાન નથી થતાં તેના માટે આ વ્રત નો ખૂબ મહિમા છે. આ વ્રત નું મહત્વ છે કે દરેક માતા પોતના સંતાન માટે લાંબી ઉમર અને તેના કલ્યાણ માટે પ્રાથના કરે છે.

કેવી રીતે કરશો આ ઉપવાસ:
સવારે વેહલા ઊઠીને સ્નાન કરીને અહોઇ વ્રત નું સકલ્પ લેવું અહોઇ માતાની આકૃતિ ગેરુ અથવા લાલ રંગ થી દિવાલ બનાવો. સૂર્યસ્ત થયા પછી તારા નીકળે એટલે પૂજા આરભ કરવાની. આખો દિવસ નિજળ વ્રત રાખી ને અહોઇ માતાની પૂજા કરવામાં આવે છે.
સંતાન સુખ માટે ભગવાન શિવ અને માતા પાર્વતી ને દૂધ અને ભાત નો ભોગ લગવામાં આવે છે.