અમદાવાદઆંતરરાષ્ટ્રીયગુજરાત

ન્યુઝીલેન્ડ અને ચીન માં ડ્રગ્સ સપ્લાય કરતા અમદાવાદીની ધરપકડ; જાણો સપૂર્ણ માહિતી..

સાઉથ બોપલમાં સલૂન ચલાવતા સેટેલાઇટના એક વ્યક્તિએ ચીનના શાંઘાઈ અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ડ્રગ્સ મોકલ્યું હતું, જે તેણે યુએસમાંથી ખરીદ્યું હતું. 27 વર્ષીય આરોપી વંદિત પટેલે ગુજરાત અને અન્ય રાજ્યોમાં 50 જગ્યાએ 300 વખત ડ્રગ્સ પહોંચાડ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં આ વાત બહાર આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “વંદિત પટેલે ચીન અને ન્યુઝીલેન્ડમાં તેના મિત્રોને ડ્રગ્સ ધરાવતા પાર્સલ મોકલ્યા હતા. તેણે યુએસના કેલિફોર્નિયામાંથી ડ્રગ્સનો સોર્સ કર્યો હોય શકે છે, જે અંગે તપાસ ચાલી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) એ 15 નવેમ્બરના રોજ પટેલ અને એક સહાયકની ધરપકડ કરી હતી અને તેમના કબ્જામાંથી રૂપિયા 3.5 લાખની કિંમતની માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પટેલે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો અને વિવિધ કાર્ગો સેવાઓ યુએસ અને નેધરલેન્ડ જેવા દેશોમાંથી દવાઓ આયાત કરી હતી. “આ કાર્ગો સેવાઓ દ્વારા ડ્રગ્સ મેળવતો હતો અને ડિલિવરી સરનામા તરીકે બંધ ઘરો અને દુકાનો મૂકતો હતો. તે ડિલિવરીનો ટ્રેક રાખતો હતો અને જ્યારે કુરિયર તે સ્થાનની આસપાસ હોય ત્યારે, તે અથવા કોઈ સહાયક પાર્સલ એકત્રિત કરતા હતા.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેને ડાર્ક વેબનો ઉપયોગ કરીને લગભગ 100 કિલો ડ્રગ્સની ડિલિવરી મળી હતી, જેની કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે. કુરિયર વેબસાઇટનો ઉપયોગ કરીને, તેણે તાજેતરમાં લગભગ 27 પાર્સલનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી ત્રણની ડિલિવરી કરવામાં આવી હતી અને 24 કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ કસ્ટમ વિભાગ પાસેથી પણ જપ્ત કરાયેલા પાર્સલ અંગે માહિતી એકઠી કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીએ ભૂતકાળમાં દિલ્હી અને મુંબઈમાં ડ્રગ પાર્ટીઓનું આયોજન કર્યું હતું અને તે પોતે 2012 થી ડ્રગ્સના વ્યસની હતો. પટેલ ઉપરાંત તેના ત્રણ સાથીઓની પણ પોલીસે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામે સ્થાનિક પોલીસને સાથે રાખીને ATS દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શમસુદ્દીન, ગુલામ હુસૈન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની નામના 3 આરોપીઓની ધરપકડ કરાઇ છે. ગુલામ હુસૈન ભગાડ જામનગરના સલાયા ગામનો વતની છે, જ્યારે મુખ્તાર હુસેન જામનગર જીલ્લાના જોડીયા ગામનો રહેવાસી છે. આ અગાઉ પણ સુરત અને દ્વારકામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. આ પહેલા કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનો 2988 કિલો હેરાઇનનો જથ્થો ઝડપાયો હતો. જે બાદ સુરતમાં MD ડ્રગ્સનો 58.530 ગ્રામ જથ્થો ઝડપાયો હતો. આ તમામ આંકડા જોતા લાગી રહ્યું છે કે, ગુજરાત ડ્રગ્સના કારોબાર માટેનું હબ બની ગયું છે.

રાજ્યમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ નોંધાયા છે. આ કેસોમાં પોલીસ અને NCB દ્વારા 6.6 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં રેલ્વે, માર્ગ, જળમાર્ગ અને હવાઇ માર્ગે ડ્રગ્સની હેરાફેરીમાં અત્યાર સુધીમાં કુલ 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2020માં ડ્રગ્સના 308 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 117 કેસ વ્યક્તિગત વપરાશના છે. વર્ષ 2019માં NDPSના 289 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 112 ખાનગી વપરાશ માટેના છે. વર્ષ 2018માં 150 કેસ નોંધાયા હતા, જેમાંથી 60 કેસ અંગત ઉપયોગના હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × one =

Back to top button
Close