અમદાવાદગુજરાત

અમદાવાદ: સબસિડી ધરાવતી 300 ઇ-બસના બદલે ઓછી બસ આવશે.

બી આર ટી એસ ના સત્તાવાળાઓએ ટાટાને 180 બસ અને જેબીએમ કંપનીને 120 બસ રોડ પર મૂકવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ બંને કંપનીને આઠ વર્ષના મેન્ટેનન્સ અને ઓપરેશનની જવાબદારી સોંપાઇ છે.  બી આર ટીએસ ના સત્તાવાળાઓએ જનમાર્ગ લિમિટેડની બેઠકમાં પહેલાં કેન્દ્રની સબસિડી વગરની ૩૦૦ ઈ-બસના દસ વર્ષના કોન્ટ્રાક્ટને મંજૂરી આપી હતી. સબસિડી ધરાવતી 300 ઇ-બસની ડિલિવરી વિલંબમાં મુકાતાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સત્તાધીશોએ ટાટા અને જેબીએમને નોટિસ પણ ફટકારી હતી.

બીઆરટીએસ કોરિડોરમાં બસ દોડાવવા માટે પ્રતિ કિ.મી. રૂ.54નો ભાવ નક્કી પણ કરાયો છે. મ્યુનિ. કોર્પોરેશનમાં જે પ્રકારે તમામ પ્રોજેક્ટમાં અનિશ્ચિતતાનો કલોઝ અમલમાં મુકાયો છે. તે જ રીતે આશરે રૂ. 500 કરોડના ઇ-બસના આ ટેન્ડરમાં પણ બીઆરટીએસના સત્તાવાળાઓને 50થી 75 ટકાનો કાપ મૂકવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હવે બીઆરટીએસ કોરિડોરમાં 300 ઇ-બસના બદલે માંડ 100થી 125 બસ દોડતી કરાશે. સત્તાવાળાઓ દ્વારા દરરોજની સરેરાશ 260 બસ કોરિડોરમાં દોડાવવામાં આવતી હોઇ તેમાં ફેબ્રુઆરી-2021ના અંત પહેલાં વધુ 100-125 ઇ-બસ જોડાતાં બસનો કાફલો 360થી 385નો થશે. બી આર ટી એસ ના કુલ 104 કિ.મી.નો વ્યાપમાં કુલ 163 સ્ટેશન-કેબિન છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − seven =

Back to top button
Close